Chinese Spy Balloon in US Airspace: અમેરિકાના આકાશમાં સંદિગ્ધ સ્પાય બલૂન જોવા મળ્યુ હોવાની ખબર છે, આને ચીનનો જાસૂસી ફૂગ્ગો બતાવવામાં આવી રહ્યો છે, પેન્ટાગૉનનો દાવો છે કે, અમેરિકાના આકાશમાં ચીની 'જાસૂસી ફૂગ્ગો' (Spy Balloon) જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બલૂન અમેરિકા (America) ના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ઉડતુ જોવા મળ્યુ છે. 


પેન્ટાગૉનનું કહેવુ છે કે, તે અમેરિકાની ઉપર ચીની જાસૂસી ફૂગ્ગાની જાણકારી એકઠી કરી રહ્યું છે. ચાઇનીઝ સ્પાય બલૂન (Chinese Spy Balloon) અમેરિકાના જે વિસ્તારમાં ઉડતુ જોવા મળ્યુ છે, ત્યાં સંવેદનશીપ એરબેઝ (Airbase) અને સ્ટ્રેટેજિક મિસાઇલો છે.


અમેરિકાના આકાશમાં સ્પાય બલૂન - 
ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, પેન્ટાગૉને કહ્યું કે, તે અમેરિકાની ઉપરા ઉડનારા એક ચીની જાસૂસી ફૂગ્ગા પર નજર રાખી રહ્યું હતુ, જે એકદમ સંવેદશનશીપ પરમાણું હથિયાર સ્થળોની નજર કરી રહ્યું હતું. એક વરિષ્ઠ અમેરિકન રક્ષા અધિકારીએ બતાવ્યુ કે, સૈન્ય અધિકારીઓએ સ્પાય બલૂનને નીચે પાડી દેવાનો વિચાર કર્યો, પરંતુ એ ડરથી એવુ ના કરવામાં આવ્યુ કે, આનાથી જમીન પર કેટલાય લોકોને ખતરો થઇ શકે છે. 


સંવેદશનશીપ સ્થળો પર નજર - 
બતાવવામાં આવી રહ્યું છે કે, આ સ્પાય બલૂન અમેરિકાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ઉડતુ જોવા મળ્યુ છે, જ્યાં સંવેદનશીલ એરબેઝ અને સ્ટ્રેટેજિક મિસાઇલો છે. એએફપીએ એક અજાણ્યા અધિકારીના હવાલાથી બતાવ્યુ- સ્પષ્ટ રીતે આ સ્પાય બલૂનનો ઇરાદો નજર રાખવા માટેનો જ છે, આ અમેરિકાની સંવેદનશીલ સાઇટની ઉપર આકાશમાં દેખાયુ. આ ગુપ્ત જાણકારી એકઠી કરવાના ઇરાદાથી હોઇ શકે છે. 


સ્પાય બલૂનને અમેરિકાએ કેમ ના પાડ્યુ નીચે - 
અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, થોડાક દિવસો પહેલા આ સ્પાય બલૂન અમેરિકાના હવાઇ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો, સૈન્ય અધિકારીઓએ આના પર ચર્ચા કરી હતી, લડાકૂ વિમાનોએ સ્પાય બલૂનની તપાસ કરી, અધિકારીએ કહ્યું કે, લોકોની સુરક્ષાનો ખ્યાલ રાખતા આના પર કાર્યવાહી નથી કરવામાં આવી, અને આને ના તો નીચે પાડવાનો વિચાર કરવામાં આવ્યો.


 


India-China વિવાદ પર અમેરિકાની નજર


Border Dispute: અમેરિકાએ ફરી એકવાર ભારતના પક્ષમાં ચીનને ખરી ખોટી સંભળાવી દીધી છે. સંયુક્ત રાજ્ય અમેરિકા (યુએસ)એ સ્પષ્ટ રીતે કહ્યું કે તે કોઇપણ એકતરફી પ્રયાસ અને વાસ્તવિક નિંયત્રણ રેખા (એલએસી) પર ઘૂસણખોરીનો વિરોધ કરે છે. ખાસ વાત છે કે, અમેરિકાનું આ નિવેદન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ભારત -ચીન સીમ પર તૈનાત પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકો સાથેની મુલાકાતના થોડાક દિવસો બાદ આવ્યુ છે. 


અમેરિકન વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા વેદાન્ત પટેલે કહ્યું કે, અમેરિકા ભારત -ચીન સીમા વિવાદ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. આની સાથે જ તેમને કહ્યું કે, અમેરિકા સીમા પાર કે વાસ્તવિક નિયંત્રમ રેખા પર ઘૂસણખોરી, સૈન્ય કે નાગરિક દ્વારા ક્ષેત્રીય દાવોને આગળ વધારવા માટે કોઇપણ એકતરફી પ્રયાસનો સખત વિરોધ કરે છે. 


પટેલે કહ્યું કે અમેરિકા ભારત અને ચીનને વિવાદિત સીમાઓ પર ચર્ચા કરવા માટે હાલની દ્વીપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવો માટે પ્રોત્સાહિત કરે છે. પટેલે નિયમિત રીતે મીડિયા બ્રીફિંગમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું કે, ભારત અને ચીનના પાછળ હટી જવાના કારણે અમેરિકાને રાહત મળી રહી છે. 


રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલની અમેરિકન એનએસએ જેક સુલિવન સહિત તમામ મોટા નેતૃત્વ સાથે વાતચીત માટે એક ખાસ પ્રવાસ પર વૉશિંગટન પહોંચતા પહેલા બાઇડન તંત્રએ કહ્યું કે અમેરિકા માટે ભારત એક ખુબ મહત્વપૂર્ણ ભાગીદાર છે.