Sri Lanka Crisis: અભૂતપૂર્વ આર્થિક અને રાજકીય સંકટમાં ફસાયેલા શ્રીલંકાની સ્થિતિ ઘણી ખરાબ છે અને એક પડોશી દેશ હોવાના કારણે ભારત સતત શ્રીલંકાને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યું છે. શ્રીલંકામાં સૌથી મોટું સંકટ હવે જીવન રક્ષક દવાઓની અછત છે, જેના કારણે હવે દર્દીના જીવન પર ખતરો ઉભો થયો છે. ભારતે શ્રીલંકાને દવાઓનો મોટો જથ્થો મોકલ્યો છે. શ્રીલંકામાં ઉભી થયેલી પરિસ્થિતિને લઈ ક્રિકેટરો પણ મેદાનમાં આવ્યા છે. શ્રીલંકાને 1996નો વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા કેપ્ટન અર્જુન રણતુંગાએ પણ હવે સરકાર વિરોધી નિવેદન આપ્યું છે.


અર્જુન રણતુંગાએ શું કહ્યું


પૂર્વ પર્યટન અને ઉડ્ડયન મંત્રી અર્જુન રણતુંગાએ શ્રીલંકા સરકારના ફેંસલાની આલોચના કરી છે. 58 વર્ષીય રણતુંગાએ તાજેતરમાં જ યુનાઈટેડ નેશનલ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. રણતુંગાએ કહ્યું, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાફના ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ કરવામાં અમારી મદદ કરી હતી. ભારતનું ફોક્સ માત્ર પૈસા આપવા પર નહીં પરંતુ અમારી જરૂરિયાતો પર પણ છે. આ કારણે ભારત અમને પેટ્રોલ-દવા જેવી ચીજોની મદદ પહોંચાડી રહ્યું છે. જેની અછત આગળ જતાં સર્જાઈ શકે છે.


તેણે એમ પણ કહ્યું, ભારત આ સંકટના સમયમાં ઘણી મદદ કરી રહ્યું છે. હું જ્યારે મંત્રી હતો ત્યારે પણ ભારતે અમને ઘણી મદદ કરી હતી. પરંતુ તમે અહીંયાની સરકાર પર બિલકુલ ભરોસો ન કરી શકો. શ્રીલંકાના મહાન કેપ્ટન પૈકીના એક રણતુંગાએ વીજળીને લઈ કહ્યું, તેના ઘરે પણ હાલ વીજળી નથી.




આ શ્રીલંકન ક્રિકેટરો કરી ચુક્યા છે વિરોધ


આ પહેલા પૂર્વ ક્રિકેટર મહેલા જયવર્ધને, સનથ જયસૂર્યા, કુમાર સંગાકાર સહિત ભાનુકા રાજપક્ષે, દશુન જેવા વર્તમાન ક્રિકેટર સરકાર પર સવાલ ઉઠાવી ચુક્યા છે.


આ પણ વાંચોઃ


Sri Lanka Crisis:  શ્રીલંકામાં કટોકટી, ફ્રી વહેંચવામાં ખજાનો ખાલી ! ભારતે પણ બોધપાઠ લેવાની જરૂર