Sri Lanka Crisis: રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને લેવા માટે માલે પહોંચ્યુ પ્રાઇવેટ વિમાન, સિંગાપોર પહોંચી રાજીનામું આપી શકે છે
ભારે વિરોધ અને રાજકીય સંકટને કારણે બુધવારે વહેલી સવારે શ્રીલંકા ભાગી ગયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને લેવા માટે એક ખાનગી જેટ માલદીવ પહોંચ્યું છે
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આજે માલદીવથી સિંગાપુર પહોંચી શકે છે. જે બાદ તેઓ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી શકે છે. આ પછી શ્રીલંકામાં સ્થિતિ ફરી વણસી શકે છે. આને ધ્યાનમાં રાખીને પહેલાથી જ સુરક્ષા સઘન કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કોલંબોમાં બપોરે 12 વાગ્યાથી આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
શ્રીલંકામાં વિરોધીઓ સરકારી ઈમારતો છોડવા સહમત થયા છે. મતલબ કે હવે વિરોધીઓને રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિ સચિવાલય, પીએમ ઓફિસમાંથી હટાવવામાં આવશે. આ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કરવામાં આવશે.
બ્રેકગ્રાઉન્ડ
Sri Lanka Crisis: ભારે વિરોધ અને રાજકીય સંકટને કારણે બુધવારે વહેલી સવારે શ્રીલંકા ભાગી ગયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને લેવા માટે એક ખાનગી જેટ માલદીવ પહોંચ્યું છે. શ્રીલંકાના ડેઈલી મિરરના અહેવાલ મુજબ થોડા સમય પહેલા રાજધાની માલેમાં એક પ્રાઈવેટ જેટ લેન્ડ થયું છે અને રાષ્ટ્રપતિ ગોટાબાયા ટૂંક સમયમાં સિંગાપોર જવા રવાના થશે.
રાષ્ટ્રપતિ રાજપક્ષે અને તેમની પત્ની લોમા રાજપક્ષે તેમના બે સુરક્ષા કર્મચારીઓ સાથે ગઈકાલે રાત્રે માલેથી સિંગાપોરની ફ્લાઈટમાં સવાર થવાના હતા, પરંતુ સુરક્ષાની ચિંતાઓને કારણે જઇ શક્યા નહોતા. બાદમાં રાષ્ટ્રપતિ રાજપક્ષેએ એક ખાનગી જેટને માલદીવ છોડવા વિનંતી કરી અને મોડી રાત્રે માલદીવના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
ડેઈલી મિરર અનુસાર, પ્રાઈવેટ પ્લેન થોડા સમય પહેલા વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું હતું અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ટૂંક સમયમાં માલદીવ જવા રવાના થશે. માનવામાં આવે છે કે સિંગાપોર પહોંચ્યા બાદ ગોટાબાયા રાજપક્ષે આજે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -