કોલંબો: શ્રીલંકન નેવીએ  દેશની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે અને તેમની બે ફિશિંગ બોટ જપ્ત કરી હતી. રવિવારે એક સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. શ્રીલંકન નેવીએ કહ્યું કે તાલાઈમન્નારની ઉત્તરે સમુદ્રમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ માછીમારો દરિયામાં પાણીના તળિયે જાળ બિછાવીને માછલી પકડતા હતા.


12 ફેબ્રુઆરીની રાત્રે તલાઈમન્નરના ઉત્તરમાં સમુદ્રમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શ્રીલંકન નેવીએ બે ભારતીય ફિશિંગ બોટ જપ્ત કરી હતી અને શ્રીલંકાના જળસીમામાં માછીમારી કરી રહેલા 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી.


નોંધનીય છે કે આ અગાઉ 8 ફેબ્રુઆરીએ નેવીએ શ્રીલંકાના જળસીમામાં કથિત રીતે માછીમારી કરતા 11 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની ત્રણ બોટ પણ જપ્ત કરી હતી. તે અગાઉ પણ શ્રીલંકન નેવીએ 21 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. માછીમારોનો મુદ્દો લાંબા સમયથી ભારત અને શ્રીલંકા વચ્ચે ચર્ચાનો મુદ્દો રહ્યો છે.


 


પાકિસ્તાનના 49 વર્ષના સાંસદે 18 વર્ષની સ્કૂલમાં ભણતી છોકરી સાથે નિકાહ પઢ્યાં, એક્ટ્રેસને તલ્લાક આપીને તરત લગ્ન કરી લીધાં...


Unique Health ID: આરોગ્ય સેતુ એપની મદદથી જનરેટ કરો ‘યૂનિક હેલ્થ ID નંબર’, આ રીતે જોઈ શકશો તમારો હેલ્થ રેકોર્ડ


Jaya Ekadashi 2022: જયા એકાદશીએ આ ઉપાય કરવાથી મળે છે વિશેષફળ, વિષ્ણુની સાથે લક્ષ્મીજીને આ રીતે કરો અભિષેક, ધનપ્રાપ્તિના બનશે યોગ


Jobs: આ યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન, સિનિયર આસિસ્ટન્ટ સહિત અનેક પદો પર નીકળી ભરતી, 12મું પાસ કરી શકે છે અરજી


સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મુદ્દે ક્યા કોંગ્રેસના નેતાએ કહ્યું, ભાઉ અને ભુપાભાઇના રાજમાં કાયદો અને વ્યવસ્થા ખાડે...........