મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના જંગલોમાં અત્યાર સુધીની સૌથી મોટી આગ લાગી છે. અહીંના જંગલો છેલ્લા ઘણાં દિવસોથી આગમાં ભસ્મીભૂત થઈ રહ્યા છે. ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં સપ્ટેમ્બરમાં લાગેલી આ આગથી અનેક લોકો માર્યા ગયા છે.
આ ઉપરાંત 50 કરોડ જાનવરો અને પક્ષીઓના પણ મોત થયા છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના એક પરિવારે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ વચ્ચે ફસાયેલા 90,000થી પણ વધારે પ્રાણીઓનો જીવ બચાવ્યો હતો.
સ્ટિવ ઈરવિન એક વનજીવ સંરક્ષણકર્તા હતો. હાલમાં તે દુનિયામાં નથી પરંતુ તેમના પરિવારે એક ખૂબ જ જબરદસ્ત કામ કર્યું હતું. તેમણે પોતાનો જીવ જોખમમાં મુકીને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ વચ્ચે ફસાયેલા 90,000થી પણ વધારે પ્રાણીઓનો જીવ બચાવ્યો છે.
સ્ટીવનો પરિવાર પ્રાણીઓ માટે એક હોસ્પિટલ પણ ચલાવે છે. જે ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડમાં આવેલી છે. અહીં તેમણે આગમાં દાઝી ગયેલા 90,000થી પણ વધારે જંગલી જાનવરોની સારવાર કરી છે.
સ્ટીવની પુત્રી બિંડીએ આ અંગે માહિતી આપી હતી. તે ઓસ્ટ્રેલિયાના પ્રાણી સંગ્રહાલયમાં પોતાની વાઈલ્ડલાઈફ હોસ્પિટલ ચલાવે છે. સારવાર દરમિયાન પ્રાણીઓના ફોટોગ્રાફ પણ તેણે શેર કર્યાં છે. આ આગમાં દાઝી ગયેલા પ્રાણીઓમાં મુખ્યત્વે કોલા, ચામાચીડિયા, રીંછ અને કાંગારૂનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયાના જંગલમાં ભીષણ આગ: આ પરિવારે 90,000થી પણ વધારે પ્રાણીઓનો બચાવ્યો જીવ, જાણો વિગત
abpasmita.in
Updated at:
08 Jan 2020 09:01 AM (IST)
તેમણે પોતાનો જીવ જોખમમાં મુકીને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ વચ્ચે ફસાયેલા 90,000થી પણ વધારે પ્રાણીઓનો જીવ બચાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -