Storm Sara: અમેરિકામાં થોડા દિવસો પહેલા ચક્રવાતી તોફાન હેલેને ફ્લોરિડા જેવા મોટા શહેરોમાં ભારે તબાહી મચાવી હતી. હવે ઉષ્ણકટિબંધીય તોફાન ‘સારા’ મધ્ય અમેરિકા પહોંચી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે વિનાશક પૂર, વરસાદ અને ભૂસ્ખલનની આશંકા છે. આ વાવાઝોડું ઉત્તરીય હોન્ડુરાસના દરિયાકાંઠે ટકરાશે. તોફાન ‘સારા’માં મહત્તમ 40 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
નેશનલ હરિકેન સેન્ટરની અગાઉની આગાહીમાં મેક્સિકોના પૂર્વીય ખાડીના રહેવાસીઓને આ તોફાન અમેરિકા સુધી પહોંચવાની શક્યતા પર નજર રાખવા જણાવ્યું હતું, પરંતુ કેન્દ્ર હવે માને છે કે વાવાઝોડું મધ્ય અમેરિકા અને મેક્સિકોના યુકાટન દ્વીપ સુધી પહોંચશે.
તોફાન ‘સારા’ એ 2024 એટલાન્ટિક વાવાઝોડાની મોસમનું 18મું વાવાઝોડું છે અને આ મહિનાનું ત્રીજું તોફાન છે.
તોફાનની ચેતવણી જાહેર કરાઇ
હોન્ડુરાસ અને નિકારાગુઆના ભાગો માટે ઉષ્ણકટિબંધીય તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બંને દેશોમાં તોફાની વરસાદ ગુરુવારે શરૂ થયો હતો અને શુક્રવારે વધુ તીવ્ર બનશે.
નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, વાવાઝોડાના કારણે ઝડપી પવન ફૂંકાશે. તે વિનાશક પૂર અને ભૂસ્ખલન સાથે ઉત્તરીય હોન્ડુરાસના ભાગોમાં 30 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. પૂર્વી મેક્સિકોથી લઇને નિકારાગુઆ સુધી મધ્ય અમેરિકાના અન્ય ભાગોમાં તોફાન ‘સારા’ના કારણે 15 ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે. કેરેબિયન અને મધ્ય અમેરિકાના ભાગોને નવેમ્બરમાં વાવાઝોડાથી ભારે નુકસાન થયું હતું.
પાકિસ્તાનનું કયુ શહેર વર્ષ 2050 માં હશે સૌથી અમીર, AI એ આપ્યો જવાબ