Successful brain surgery :મેડિકલ સાયન્સ સમયની સાથે કેવી રીતે આગળ વધી રહ્યું છે તેનું તાજેતરનું ઉદાહરણ અમેરિકન ડૉક્ટરોની ટીમે રજૂ કર્યું છે. 34 અઠવાડિયા 2 દિવસની બાળકીની ગર્ભમાં સફળ બ્રેઇન સર્જરી કરવાં આવી હતી. જન્મ પછી હૃદયની નિષ્ફળતા અને મગજમાં ઇજાના જોખમથી બાળકને બચાવવા માટે આ સર્જરી જરૂરી હતી, જે ડોક્ટરોએ સફળતાપૂર્વક પાર પાડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'વિનસ ઓફ ગેલેન માલફોર્મેશન (VOGM)' નામની સમસ્યા ગર્ભમાં જોવા મળી હતી, જો તેનું ઓપરેશન ન કરવામાં આવે તો બાળકના જન્મ પછી મગજમાં ઈજા થવાનો ખતરો હતો.
સર્જરીના બે દિવસ બાદ બાળકીનો જન્મ થયો હતો, હાલમાં તે બે મહિનાની છે અને તેમાં કોઈ જન્મજાત ખામી નથી, તેનું વજન 1.9 કિલો છે જે પણ વધી રહ્યું છે. તબીબોનું કહેવું છે કે નવજાત બિલકુલ સ્વસ્થ છે અને તેને કોઇ સમસ્યા નથી.
ચાલો જાણીએ કે 'વિનસ ઓફ ગેલેન માલફોર્મેશન (VOGM)' સમસ્યા શું છે અને બાળકનો વિકાસ કંઇ રીતે તેમાં રૂંઘાઇ છે.
ગર્ભસ્થ શિશુની સફળ બ્રેઇન સર્જરી
સર્જરીનો અહેવાલ સ્ટ્રોક જર્નલમાં પ્રકાશિત થયો છે. યુ.એસ.માં બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં સેન્ટર ફોર સેરેબ્રોવેસ્ક્યુલર સર્જરી એન્ડ ઇન્ટરવેન્શનના ડાયરેક્ટર અને આ સર્જરીનો અભ્યાસ કરનાર ડૉ. ડેરેન બી. ઓર્બેક સમજાવ્યું કે, “આ એવા પ્રકારનો પ્રથમ કેસ છે જેમાં અજાત બાળક પર મગજની સર્જરી કરવામાં આવી હોય. ગેલેન ખોડખાંપણને કારણે નસની સમસ્યાઓ સુધારવા માટે અમે સર્જરી માટે અલ્ટ્રાસાઉન્ડ ગાઇડેડ ટ્રાન્સ્યુટેરાઇન એમ્બોલાઇઝેશનનો ઉપયોગ કર્યો છે. અમે એ જોઈને રોમાંચિત થઈ ગયા કે બાળકીના જન્મ પછી તેનામાં આ સમસ્યા દૂર થઈ ગઈ અને તે હવે એકદમ ઠીક છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રેડિયોલોજીના પ્રોફેસર ઓર્બાચ કહે છે કે બાળક જન્મના છ અઠવાડિયા પછી સારી પ્રગતિ કરી રહ્યું છે, કોઈપણ દવાઓ વિના સામાન્ય સ્તનપાન પર છે, વજન વધી રહ્યું છે અને ટૂંક સમયમાં તે ઘરે જઈ શકશે.આ પરથી પૂરવાર થાય છે કે, આ સમસ્યામાં ગર્ભસ્થ સર્જરી શકય છે અને હવે બાળકનું મગજ સંપૂર્ણપણે સ્વસ્થ થઇ શકે છે, બાળક સામાન્ય જીવન જીવી શકશે.
જન્મ પછી નિયમિતપણે કરવામાં આવતી ઇકોકાર્ડિયોગ્રાફીમાં જાણવા મળ્યું છે કે બાળકનું કાર્ડિયાક આઉટપુટ પણ સામાન્ય છે. ન્યુરોલોજીકલ રિપોર્ટ પણ સારા છે. મગજના એમઆરઆઈમાં કોઈ સ્ટ્રોક, પ્રવાહીનું નિર્માણ અથવા રક્તસ્રાવની સમસ્યા જોવા મળી નથી.