ધ બલૂચિસ્તાન પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાન લિબરેશન ફ્રંટ અને બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે ચીન-પાકિસ્તાન ઈકોનોમિ કોરિડોર (CPEC) રૂટ પર તુર્બત અને પંજપુર વચ્ચે પાકિસ્તાન આર્મી પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે.
કહેવાય છે કે, આ હુમલામાં 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. આ હુમલો સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના પાકિસ્તાન પહોંચવાના થોડા કલાક પહેલા જ થયો છે.