સીરિયાના અલેપ્પો શહેરમાં ફેંકાયા ડઝનેક બોમ્બ, 91ના મોત
abpasmita.in | 24 Sep 2016 04:24 PM (IST)
બેરુત: સીરિયાના અલેપ્પો શહેરના બળવાખોરોના કબજાવાળા વિસ્તારમાં બીજા દિવસે હવાઈ હુમલામાં 91 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણકારી અહીંની એક હોસ્પિટલના નિદેશક હમજા અલ ખાતિબે આ જાણકારી આપી હતી. બોમ્બમાળો ગઈકાલે સવારે 6 વાગે શરૂ થયો હતો. અને શહેરના અલગ અલગ વિસ્તારમાં ઓછામાં ઓછા 30 હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. સીરિયાના ફાઈટર જેટ્સના આ હુમલામાં મરનાર લોકોની સંખ્યામાં આમ નાગરિકો અને બાળકો છે. અગાઉ સીરિયાની સેનાએ અલેપ્પોમાં પોતાના સૈનિક કાર્યવાહી ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેના થોડા સમય પછી હુમલા શરૂ કરી દેવામાં આવ્યા છે. સેના સૂત્રોએ હુમલા થોડા સમય સુધી ચાલુ રહેવાનો સંકેત આપતા કહ્યું કે, આવા સમય દરમિયાન જમીની હુમલા પણ કરવામાં આવશે.