વોશિંગ્ટનઃ વોશિંગ્ટનના બર્લિંગટન વિસ્તારમાં આવેલ કાસ્કેડ મોલમાં અંધાધુંધ કરવામાં આવેલ ગોળીબારને કારણે 4 લોકોના મોત થયા છે. મોલને પોલિસે ખાલી કરાવી દીધો છે. હાલમાંપોલિસ હિસ્પૈનિક સમુદાયના શકમંદની શોધખોળ કરી રહી છે. આ વ્યક્તિએ ગ્રે કલરના કપડા પહેર્યા છે.


સાર્જન્ટ માર્ક ફ્રાન્સિસ અનુસાર, અમે ગ્રે રંગના કપડા પહેરેલ એક હિસ્પૈનિક સમુદાયની વ્યક્તિને શોધખોળ કરી રહ્યા છીએ. તેને મોલ તરફ જતા જોવામાં આવ્યો હતો. જોકે પોલિસે હજુ સુધી એવો કોઈ ખુલાસો કર્યો નથી કુલ કેટલા શુટર હતા. જણાવીએ કે કાસ્કેડ મોલ 1990માં ખુલ્યો હતો. આ બર્લિંગટન વિસ્તારમાં આવેલ છે જે સિએટલથી 105 કિલોમીટર દૂર છે. ફ્રાન્સિસે જણાવ્યું કેત મોલમાંથી લોકોને બહાર કાઢીને નજીકના એક ચર્ચમાં લઈ જવામાં આવ્યા છે.

અમેરિકામાં સ્પેન અથવા સ્પેનિશ બોલનારા દેશો સાથે જોડાટયેલ લોકોને હિસ્પૈનિક કહેવામાં આવે છે. આલોકો સેન્ટ્રલ અથવા દક્ષિણ અમેરિકાના હોય છે.