Taiwan Earthquake:  તાઈવાનમાં બુધવારે સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.7 નોંધવામાં આવી હતી. ભૂકંપના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. દક્ષિણ જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.






મૃત્યુઆંક વધ્યો


ભૂકંપ બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તાઈવાન સરકારે જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. ઘાયલોની સંખ્યા પણ 700 ને વટાવી ગઈ છે.સના હાશ્મીએ કહ્યું કે, ઓથોરિટીએ ભૂકંપની સ્થિતિનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. કેટલાક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મેટ્રો, હાઈસ્પીડ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે.






તાઈવાન-એશિયા એક્સચેન્જ ફાઉન્ડેશનના સના હાશ્મીએ જણાવ્યું કે, વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવ્યો ત્યારે અમે ઘરે જ હતા. તાઈવાનમાં ધરતીકંપ સામાન્ય છે, પરંતુ આજનો ભૂકંપ અલગ હતો. તેમણે કહ્યું કે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. હુલિન અને તાઈપેઈ જેવા શહેરોમાં વધુ નુકસાન થયું છે






પૂર્વી તાઈવાનમાં આવેલા ભૂકંપ બાદ ન્યૂ તાઈપેઈ શહેરમાં ઈમારતમાં ફસાયેલા એક વ્યક્તિને જીવતો બચાવી લેવામાં આવ્યો છે. ન્યૂ તાઈપેઈ સિટીના ઝિંદિયન જિલ્લામાં ઈમારતોને નુકસાન થયું છે. બચાવકર્મીઓ ફસાયેલા લોકોને શોધી રહ્યા છે. ક્ષતિગ્રસ્ત ઈમારતમાંથી બચાવ્યા બાદ બચાવ કાર્યકરો એક વ્યક્તિને મદદ કરે છે.






ભારતીયો માટે હેલ્પલાઈન જાહેર


ઈન્ડિયા તાઈપેઈ એસોસિએશને ભૂકંપના પગલે તાઈવાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને મદદ કરવા માટે હેલ્પલાઈન શરૂ કરી છે. મોબાઈલ નંબર 0905247906 અને ઈમેલ ad.ita@mea.gov.in જાહેર કરવામાં આવ્યો છે.