તાઇપેઇઃ સાઉથ ચાઇના સીમાં ચીન અને તાઇવાન વચ્ચે ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે. સમાચાર છે કે તાઇવાને ચીનના ફાઇટર પ્લેનને તોડી પાડ્યુ છે. આ અંગેનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


કેટલીક ટીવી ચેનલોમાં દાવો કરવામા આવી રહ્યો છે કે તાઇવાને પોતાના એરસ્પેસમાં ઘૂસી આવેલા ચીની સુખોઇ-35 ફાઇટર જેટને તોડી પાડ્યુ છે. કહેવાઇ રહ્યું છે કે આ હુમલામાં તાઇવાને અમેરિકન પેટ્રિયાટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો.



સમાચારોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાઇવાને ચીની વિમાનને કેટલીય વાર ચેતાવણી આપી હતી, પરંતુ તેમ છતાં ચીની ફાઇટર પ્લેન તાઇવાનના એરસ્પેસમાં ઘૂસતા રહ્યાં હતા. આ પછી તાઇવાને તેને તોડી પાડ્યુ હતુ. જો આ ઘટના સાચી સાબિત થશે તો બન્ને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ચીન છેલ્લા કેટલાય સમયથી તાઇવાનના એરસ્પેસમાં પોતાના લડાકૂ વિમાનો મોકલી રહ્યું છે.