નવી દિલ્હી: અમરેકાની સરકારે તમામ રાજ્યોને પહેલી નવેમ્બરે કોરોના વાયરસની રસી વિતરણ માટે તૈયાર રહેવા કહ્યું છે.


અમેરિકાના રોગ નિયંત્રણ તથા નિવારણ કેન્દ્રના નિદેશક રોબર્ટ રેડફીલ્ડે 27 ઓગસ્ટે રાજ્યોના ગવર્નરોને લખેલા પત્રમાં કહ્યું કે, ‘નજીકના ભવિષ્યમાં આપણને મેકકેસન કોર્પોરેશન તરફથી અનુમતિ પત્ર મળી જશે, જેનાથી રાજ્યો અને સ્થાનીય સ્વાસ્થ્ય વિભાગ તથા હોસ્પિટલો સહિત અનેક સ્થળો પર રસીના વિતરણ માટે રોગ નિયંત્રણ કેન્દ્ર(સીડીસી) સાથે કરાર કરેલા છે.’

રેડફીલ્ડને લખ્યું કે, ‘સીડીસી આ રસીના વિતરણના કામને ઝડપી કરવા માટે તમારી પાસે સહયોગનો આગ્રહ કરે છે. આપને આગ્રહ કરવામાં આવે છે કે, જો જરૂરી હોય તો આપ 1 નવેમ્બર 2020 સુધી આ કેન્દ્રને સંપૂર્ણ રીતે સંચાલિત કરવા માટે જરૂરી વ્યવસ્થા કરો.’