તાઇવાનઃ સોશ્યલ મીડિયા પર એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ત્રણ વર્ષની નાની છોકરી પતંગની પુંછડીમાં અટકી ગઇ છે, અને હવામાં ઉડતી દેખાઇ રહી છે. ખરેખરમાં આ વીડિયો તાઇવાનનો છે.


તાઇવાનના સમુદ્રીક શહેર નાનલિઓમાં અક ગ્રુપ ઓરેન્જ રંગનો વિશાળ લાંબો પતંગ ઉડાવી રહ્યું હતુ, જેમાં ત્રણ વર્ષની બાળકી અટકી ગઇ, અને તે પતંગની સાથે હવામાં ઉડી ગઇ હતી.



ત્યાં રહેલા ટોળાએ દ્રશ્ય જોયુ અને નાની છોકરીને પતંગની પુંછડીમાં અટકીને ઉડતા જોઇને ગભરાઇ ગયુ હતુ. ધન સન અનુસાર, બાળકનુ વજન 28 પાઉન્ડ હતુ,જે પતંગમાં અટકીને હવામાં 100 ફૂટ સુધી ઉપર ગયુ હતુ, હવામાં 30 સેકન્ડ આમતેમ ઉછળ્યા બાદ ત્યાં હાજર રહેલા એક ગ્રૃપે ખેંચીને નીચે ઉતારી હતી. રિપોર્ટ અનુસાર, બાળકનુ નામ લીન છે, જેને આ ઘટનામાં કોઇપણ ઇજા નથી પહોંચી, વળી બાળક પતંગમાં કેવી રીતે ફસાઇ એ હજુ સ્પષ્ટ નથી થઇ શક્યુ.

કહેવાઇ રહ્યું છે કે, આ દૂર્ઘટના બાદ તહેવાર કાર્યક્રમને બંધ કરી દેવામાં આવ્યો છે, વળી, નાનલિઓના મેયર લિન ચિહ-ચિએનએ આ ઘટનાને લઇને પીડિત પરિવાર અને લોકોની માફી માંગી છે.