Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ છે. તો બીજી તરફ જ્યારે એવા સમાચાર સામે આવ્યા કે રશિયાએ યૂક્રેન સામેના યુદ્ધને લઈને ચીનની મદદ માગી છે ત્યારથી અમેરિકા સહિત અનેક દેશો સતર્ક થઈ ગયા છે. અમેરિકાએ ચીનની ધમકી પણ આપી હતી કે જો તે રશિયાની મદદ કરશે તો પરિણામ ભોગવવું પડશે. આ વિવાદ વચ્ચે શુક્રવારે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ટેલિફોનિક વાતચીત પણ થઈ હતી. 


હકિકતમાં અમેરિકા યૂક્રેન યુદ્ધમાં ચીનને રશિયાની મદદ કરતા રોકી રહ્યું છે. આ વાતચીતને લઈને ત્યારથી કામ ચાલી રહ્યું છે જ્યારે બાઈડેન અને શી જિનપિંગે ગયા વર્ષે નવેમ્બરમાં એક ડિજિટલ શિખર બેઠક કરી હતી. તે વાતચીતમાં ચીનના રાષ્ટ્રપિત શી જિનપિંગે કહ્યું હતું કે, ચીન અને અમેરિકાએ એક સાથે મળીને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને પૂરી કરવી જોઈએ.


અમેરિકાએ કહ્યું, ચીન નક્કી કરે કે તે ઉભું છે


એક રિપોર્ટ અનુસાર બન્ને નેતાઓએ સવારે 9 વાગ્યાને ત્રણ મિનિટે પોતાની વાતચીત શરૂ કરી હતી. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે, બાઈડેન રુસી રાષ્ટ્રપતિ પુતિનને ચીનના સમર્થન અને યુક્રેનમાં રશિયાના ઘાતક હુમલાની નિંદા ન કરવા અંગે શી જિનપિગને સવાલ કરશે. તેમણે આગળ કહ્યું કે, આ આંકલન કરવાનો સમય છે કે રાષ્ટ્પતિ શી ક્યાં ઉભા છે.


ચીને ફરી એકવાર વાતચીત કરવા અને માનવીય સહાયતા માટે અનુદાનને લઈને અપીલ કરી. સાથે તેમણે અમેરિકા પર રશિયાને ભડકાવવાનો અને યુક્રેનને હથિયારો આપીને યુદ્ધને મોટુ સ્વરૂપ આપવાનો આરોપ લગાવ્યો. તો બીજી તરફ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ચીને હંમેશા જાનહાનીને ટાળવાની કોશીશ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, આ જવાબ દેવ સરળ છે કે અત્યારે યુક્રેનના લોકોને કઈ ચીજની સૌથી વધુ જરૂર છે, ભોજનની કે મશીન ગનની?.


તાઈવાનનો ચીન પર આરોપ


એ વાત બધા જાણે છે કે, યુક્રેનમા પુતિન દ્વારા રશિયાના સૈનિકોની તેનાતી કર્યા બાદ જિનપિંગે રશિયાના આક્રમણથી પોતાને દૂર રાખવાની કોશીશ કરી પરંતુ તેઓ મોસ્કોની આલોચના કરવાથી પણ બચતા રહ્યા. શુક્રવારે અમેરિકા અને ચીનના રાષ્ટ્રપતિઓએ ફોન પર વાતચીત કરી હતી. બાઈડન રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે ચોથી વખત શી સાથે વાત કરી. આ બધાની વચ્ચે તાઈવાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે, તાઈવાન પર બળજબરી પૂર્વક પોતાનો દાવો કરનાર ચીનની ધમકીને યાદ અપાવતા ચીની વિમાન વાહક પોત શાંદોંગ શુક્રવારે તાઈવાન જલડમરુમધ્યમાંથી થઈને પસાર થયું હતું. આ ઘટના બાઈડેન અને જિનપિંગની વાતચીતના થોડા સમય પહેલા બની હતી. મંત્રાલયે તેમના નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રીય સેના ચીનની દરેક ચાલની નજર રાખી રહી છે.