Nigeria Road Accident: ફરી એકવાર ભયંકર રૉડ એક્સિડેન્ટની દૂર્ઘટના સામે આવી છે, નાઇઝિરિયાના પૂર્વોત્તર શહેર મૈદુગુરી (Maiduguri) ની બહાર ત્રણ બસોની ટક્કરથી એકસાથે ઓછામાં ઓછા 37 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. દેશની દેશની આ માર્ગ સુરક્ષા એજન્સીએ જાણકારી આપી છે. બોર્નો રાજ્યની માર્ગ સુરક્ષા એજન્સીના પ્રમુખ ઉત્તેન બોઇએ કહ્યું કે, દૂર્ઘટના ત્યારે ઘટી જ્યારે બે કૉમર્શિયલ બસોની આમને સામને ટક્કર થઇ, અને તેમાં આગ લાગી ગઇ, આ દરમિયાન એક ત્રીજી બસ આવીને પણ તેને ટકરાઇ ગઇ હતી.
બોઇએ કહ્યું- અત્યાર સુધી 37 લોકોનો મોત થયાની પુષ્ટી થઇ છે અને તેમાંથી મોટાભાગના લોકોની ઓળખ થઇ શકી નથી, કેમ કે તે પુરીપુરી રીતે સળગી ચૂક્યા હતા. ટક્કર બોર્નો રાજ્યની રાજધાની મૈદુગુરીની નજીક લગભગ 35 કિલોમીટર (20 માઇલ) દુર જકાના ગામની પાસે થઇ, ટક્કર ત્યારે થઇ જ્યારે બસોમાં એક ટાયર ફાટી ગયુ અને આ વિપરીત દિશામાં આવી રહેલા વાહન સાથે ટકરાઇ ગઇ.
સામૂહિક રીતે દફનાવવામાં આવશે લાશો -
ફેડરલ રૉડ સેફ્ટી કૉર્પ્સ સેક્ટર કમાન્ડરે પત્રકારોને બતાવ્યુ કે અત્યાધિક ગતિના કારણે આ દૂર્ઘટના ઘટી છે. બસોમાંથી એકે નિયંત્રણ ગુમાવી દીધુ અને તે પોતાના રસ્તાંથી ભટકાઇ ગઇ અને બીજીમાં જઇને ઘૂસી ગઇ. તંત્રની દેખરેખમાં બુધવારે (23 નવેમ્બર)ને સામૂહિક રીતે મૃતદેહોને દફન કરવામાં આવશે.
હાજીપુર: જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુર ગામમાં રવિવારે રાત્રે એક અનિયંત્રિત ટ્રકના ચાલકે ઘણા લોકોને કચડી નાખ્યા. રાત્રિભોજન કરીને બધા ઘરે પરત ફરી રહ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. સાથે જ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. આ ઘટના રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. કેન્દ્ર અને બિહાર સરકારે આ દુર્ઘટના પર આર્થિક મદદની જાહેરાત કરી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ રકમ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી આપવામાં આવશે.