વિયેનાઃ યુરોપીય દેશ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં મુંબઇ જેવા ઘાતકી આતંકી હુમલો થયો છે. કેટલાય આતંકીઓએ એકસાથે કેટલીય જગ્યાએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ છે. હુમલામાં કેટલાય લોકોના માર્યા જવાની અને કેટલાય લોકો ઘાયલ થયાની ખબર છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે એક આતંકીને ઠાર કરી દીધો છે, જેના શરીરમાં બૉમ્બ બાંધેલા મળ્યા છે. આતંકીના શરીર પર બાંધેલા બૉમ્બને પણ ડિફ્યૂઝ કરવા માટે પોલીસ ટીમ ઘટના સ્થળ પર છે. માર્યા ગયેલા લોકોમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. સમાચાર એ પણ છે કે આતંકીઓએ કેટલાક લોકોને બંધક બનાવી લીધા છે.



ખાસ કરીને શાંત રહેનારા ઓસ્ટ્રિયાના વિયેના શહેર સોમવારે સાંજે કાંપી ઉઠ્યુ. કસાબ જેવા આતંકીએ જે પણ દેખાયુ તેના પર ફાયરિંગ કરી દીધુ, રસ્તાં પર ધડાધડ ગોળીઓ વરસાવા લાગ્યા હતા.

ઘટના વિયેનાના સેન્ટ્રલ સ્વિડન પ્લાટ્ઝ સ્ક્વેર પર થઇ, જે યહૂદીઓની એક પૂજા કરવાનુ સ્થળ છે. ઓસ્ટ્રિયાના ગૃહ મંત્રાલયે આને આતંકી હુમલા ગણાવ્યો છે. મુંબઇની જેમ આમાં પણ અનેક જગ્યાએ હુમલો થયો છે. વિયેનામાં માર્યા ગયેલા એક આતંકીના શરીર પર બૉમ્બ બાંધેલો બેલ્ટ મળ્યો છે, બૉમ્બ ડિફ્યૂઝ કરનારી ટીમ ઘટના સ્થળ પર છે.