નવી દિલ્લીઃ પાકિસ્તાની આતંકવાદી નેતા હાફિસ સઇદે ભારતને લઇને એક વાર ફરી ઝેર ઓક્તું નિવેદન આપ્યું છે. હાફિસ સઇદે કહ્યું છે કે, "કાશ્મીની આઝાદીની કમાન યુવાનોએ પોતના હાથમાં લીધી છે. મોટી કુર્બાની તેમણે રજૂ કરી છે. હિંસા સામે અડીખમ ઉભા છે. ઇંડિયાની ગનોને ચુપ કરી દે છે. આ સમયે સમગ્ર કાશ્મીર કોમ એક થઇ ચુકી છે."

હાફિજ સઇદે એક પાકિસ્તાની ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે, નવાજ શરીફે જે વાત યુએનમાં કરી છે તેનાથી લાગી રહ્યું છે પાકિસ્તાની નીતિમાં પરિવર્તન આવી રહ્યું છે. આતંકવાદી હાફિજ સઇદે કહ્યું કે, ઇંડિયાની નિરાશા જોઇ શકાય છે. સઇદનું કહેવું હતું કે, આર્મી ચીફે મોદીને કહ્યું કે, પાકિસ્તાન સાથે યુદ્ધ ના કરવું જોઇએ. પાકિસ્તાની એટલી તૈયારી છે તેના મુકાબાલે ભારતની તૈયારી નથી.