સ્પેસએક્સના સ્થાપક અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હંમેશા ચર્ચામા રહે છે. હાલમાં એલન મસ્ક ટ્વિટરની ખરીદીને કારણે ચર્ચામાં છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ મસ્કે ગુરુવારે ટ્વિટરના માલિક બનવા માટેનો કરાર પૂર્ણ કર્યો હતો. મસ્કે તેમના ટ્વિટર બાયોમાં પ્લેટફોર્મના વડા હોવાનો ઉલ્લેખ કર્યો છે. દરમિયાન, હવે એવા સમાચાર છે કે મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત કેટલાક મોટા અધિકારીઓને પદ પરથી હટાવી દીધા છે. મસ્ક માત્ર તેમના બિઝનેસને લઈને જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસ્કના 5 છોકરીઓ સાથે સંબંધ હતા. આ અબજોપતિએ પણ ત્રણ વાર લગ્ન કર્યા હતા પરંતુ તેમનું લગ્ન જીવન બહુ સફળ રહ્યું ન હતું.


મસ્કે સાત વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2000માં જસ્ટિન વિલ્સન સાથે લગ્ન કર્યા હતા. બંને કોલેજના મિત્રો હતા. પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. લગ્નના 8 વર્ષ બાદ તેમના સંબંધો તૂટી ગયા અને વર્ષ 2008 માં દંપતીએ છૂટાછેડા લીધા હતા. બંનેને 5 બાળકો છે.


અભિનેત્રી તાલુલાહ રિલે સાથે બે વાર લગ્ન કર્યા


જસ્ટિનથી અલગ થયા બાદ અમેરિકન અભિનેત્રી તાલુલાહ રિલે સાથે મસ્કે વર્ષ 2010માં લગ્ન કરી લીધા હતા. તાલુલાહ સાથે મસ્કના લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2012માં તેમના છૂટાછેડા થઈ ગયા. જો કે, છૂટાછેડાના એક વર્ષ પછી તેઓએ 2013 માં ફરીથી લગ્ન કર્યા. પરંતુ લગ્નની બીજી તક આપ્યા પછી પણ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને 2016માં બંને ફરી અલગ થઈ ગયા.


રિલે સાથે ડિવોર્સ લીધા બાદ મસ્કે એમ્બર હર્ડને લગભગ એક વર્ષ સુધી ડેટ કર્યું પરંતુ 2017માં તેઓ અલગ થઈ ગયા. આ પછી પણ મસ્કના જીવનમાં ઘણી છોકરીઓ આવી અને ગઈ પરંતુ તેણે કોઈની સાથે લગ્ન કર્યા ન હતા.


ગ્રિમ્સે લગ્ન વિના એલનના બાળકને જન્મ આપ્યો


મસ્ક એપ્રિલ 2018 માં મ્યૂઝિશિયન ગ્રીમ્સ સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું, અને થોડા અઠવાડિયા પછી મેટ ગાલા ખાતે દંપતી તરીકે તેમની રેડ કાર્પેટ ડેબ્યૂ કર્યું હતું. દરમિયાન ગ્રીમ્સ ગર્ભવતી થઈ અને તેણે લગ્ન કર્યા વિના એલનના બાળકને જન્મ આપ્યો. દંપતીએ તેમના બાળકનું નામ X A-12 રાખીને સૌથી વધુ ચર્ચા જગાવી હતી. કેલિફોર્નિયાના કાયદાનું પાલન કરવા માટે તેણે પાછળથી નામ બદલીને X AE A-XII રાખ્યું. સપ્ટેમ્બર 2021માં બંને અલગ થઈ ગયા હતા. જો કે, બાદમાં જાણવા મળ્યું હતું કે દંપતીએ તે જ વર્ષે ડિસેમ્બરમાં સરોગસી દ્વારા બાળકનું સ્વાગત કર્યું હતું.


 


શિવોન ઝિલિસ સાથે પણ સંબંધ હતા


મસ્કના સ્ટાર્ટઅપ "ન્યુરાલિંક"ના ટોચના એક્ઝિક્યુટિવ ઝિલિસના પણ મસ્ક સાથે સંબંધ હતા અને આ દંપતીને બે બાળકો છે.


મસ્ક નતાશા બસેટને ડેટ કરી રહ્યો છે


હાલમાં એવા રિપોર્ટ આવ્યા હતા કે મસ્ક ઓસ્ટ્રેલિયન અભિનેત્રી નતાશા બસેટને ડેટ કરી રહ્યો છે. બસેટ ઓસ્ટિન બટલરની આગામી ફિલ્મ એલ્વિસ બાયોપિકમાં જોવા મળશે. જો કે એલન અને બસેટે હજુ સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે