International Animation Day 2022: આમ તો મોટા ભાગના લોકો એનિમેશનના મહત્વને સમજે છે અને એનિમેશન બનાવવા માટેની મહેનતને સમજે છે. પરંતુ કેટલાક લોકો એવા છે જે એનિમેશનને નથી સમજી શકતા. તેમના માટે એનિમેશન એ માત્ર એક કાર્ટૂન જ હોય છે. આમ તો એનિમેશનને કાર્ટૂન કહેશો તો કંઇક ખોટુ નથી, પરંતુ આ એનિમેશનનુ એક નાનુ ઉદાહરણ છે. એટલા માટે દુનિયાભરમાં એનિમેશનને સન્માનિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 28 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ મનાવવામાં આવે છે.


ઇન્ટરનેશનલ એનિમેશન ડે મનાવવાનો હેતુ લોકોમાં એનિમેશનના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને દુનિયાભરના કેટલાય એનિમેશન આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવેલી મહેનતને ઓળખ અપાવવાનો છે. આપણે એનિમેશન જગતમાં કેટલાય અજૂબા જોઇએ છીએ. કેટલાક સ્ટુડન્ડ્સ આ ફિલ્ડમાં કેરિયર શોધે છે અને બનાવે પણ છે.


એનિમેશન ડેનો ઇતિહાસ -
વર્ષ 2002માં, ઇન્ટરનેશનલ એનિમેટેડ ફિલ્મ એસોસિએશન (એસોસિએશન ઇન્ટરનેશનલ ડૂ ફિલ્મ ડીએનિમેશન)એ ઇન્ટરનેશનલ એનિમેશન ડેની જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે 28 ઓક્ટોબરે ઇન્ટરનેશનલ એનિમેશન ડે મનાવવામાં આવે છે. કેમ કે 28 ઓક્ટોબરે પહેલીવાર એનિમેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  


વળી, 28 ઓક્ટોબર, 1892ના દિવસ હતો, જ્યારે ચાર્લ્સ એમિલ રેનૉડ અને તેના થિએટર ઓપ્ટિકે પહેલીવાર પેરિસન ગ્રીવિન મ્યૂઝિયમમાં પોતાનુ પહેલુ પ્રૉડક્શન "પેન્ટોમીમ્સ લ્યૂમિનસ" લૉન્ચ કર્યુ હતુ. આ ત્રણ કાર્ટૂન 'પૌવર પિય્રોટ,' 'અન બૉક' અને 'લે ક્લાઉન એટ સેસ ચિએન્સ'નુ કલેક્શન હતુ, વળી, 1895 માં, લૂમિયર બંધુઓના સિનેમેટોગ્રાફે રેનૉડની શોધ પાછળ પાડી દીધી, જે એમિલ દેવાળા તરફ લઇ ગઇ. જોકે, લ્યૂમિન્સ તેના દ્વારા કેમેરાથી બનાવવામાં આવેલી એનિમેશન ફિલ્મ મનોરંજન જગતમાં એક ઐતિહાસિક પગલુ હતુ.


' પોતાના દેશમાં જ શરણાર્થી બન્યા છે કાશ્મીરી પંડિત', કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર ભડક્યા રાહુલ ગાંધી


Rahul Gandhi Attacks BJP:કોગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની ટાર્ગેટ કિલિંગ અને હિજરત અંગે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે અને આ માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સત્તામાં આવતા પહેલા મોટી મોટી વાતો કરનારા દેશના વડાપ્રધાન આજે સત્તા ભોગવી રહ્યા છે અને કાશ્મીરીઓ પોતાના ઘરમાં શરણાર્થી બનીને રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ વર્ષે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની 30 ઘટનાઓ બની છે. કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત ઝડપથી વધી રહી છે. યુપીએ દ્વારા કરવામાં આવેલા સારા કામને ભાજપે બરબાદ કરી દીધા છે.


કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટ્ટની 15 ઓક્ટોબરે શોપિયા જિલ્લાના ચૌધરીગુંડ ગામમાં તેમના ઘરની બહાર આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આ પછી 18 ઓક્ટોબરે શોપિયામાં પોતાના ઘરમાં સૂઈ રહેલા મોનિશ કુમાર અને રામ સાગર પણ આતંકીઓના ગ્રેનેડ હુમલામાં માર્યા ગયા હતા. એક પછી એક ટાર્ગેટ કિલિંગની આવી ઘટનાઓ બાદ કાશ્મીરના ગામડાઓમાં રહેતા કાશ્મીરી પંડિતોમાં ભય ફેલાયો છે અને તેઓ હિજરત કરી રહ્યા છે.


10 કાશ્મીરી પંડિતોએ પોતાનું ગામ છોડી દીધું


ચૌધરીગુંડ ગામના 10 કાશ્મીરી પંડિત પરિવારો ડરના કારણે શોપિયાં ગામ છોડીને જમ્મુ પહોંચી ગયા છે. ગામના લોકોએ કહ્યું હતું કે તાજેતરના આતંકવાદી હુમલાઓએ તેમનામાં ભય પેદા કર્યો છે, તેઓએ કહ્યું કે 1990ના દાયકામાં આતંકવાદના સૌથી મુશ્કેલ તબક્કામાં પણ અમને આટલો ડર નહોતો. અમે ત્યારે પણ કાશ્મીરમાં રહેતા હતા અને અમે અમારું ઘર છોડ્યું ન હતું.