બેંગકૉકઃ થાઇલેન્ડના રાજા વાજીરાલોંગ્કોર્નએ ચોંકાવનારુ પગલુ ભર્યુ છે. તેમને એક મહિલા બૉડીગાર્ડ સાથે લગ્ન કરી લીધા છે. તેમના આ પગલાની ચારેય બાજુ ચર્ચા થઇ રહી છે. રાજા વાજીરાલોંગ્કોર્નએ પોતાની પર્સનલ બૉડીગાર્ડ્સના ડિેપ્યૂટી કમાન્ડર સાથે કરી લીધા છે. આના વિશે બુધવારે રાજઘરાના તરફથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ હતુ. લગ્ન બાદ પત્ની સુથિદાને રાનીની ઉપાધિ આપવામાં આવી હતી. રાજા 66 વર્ષના છે અને તેમને ચોથીવાર લગ્ન કર્યા છે.

રાજા વાજીરાલોંગ્કોર્નના પિતા રાજા ભૂમિબોલ અદુલયાદેજનું મોત વર્ષ 2016માં થયુ હતુ. પિતાના મૃત્યુ બાદ વાજીરાલોંગ્કોર્નને રાજા બનાવવામાં આવ્યા હતા. તેમના પિતાએ 70 વર્ષ સુધી ગાદી સંભાળી. રાજા વાજીરાલોંગ્કોર્નને લિટલ કિંગ રામા X (title King Rama X) નામથી પણ ઓળખવામાં આવે છે.



બન્નેના લગ્ન બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મના રીતરિવાજ પ્રમાણે થયા હતા. વર્ષ 2014માં રાજા વાજીરાલોંગ્કોર્નએ સુથિદાને બૉડીગાર્ડ યૂનિટમાં ડેપ્યૂટી કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ પહેલા સુથિદા થાઇ એરવેમાં ફ્લાઇટ એટેન્ડન્ટ હતી.



આ પહેલા રાજા વાજીરાલોંગ્કોર્ન ત્રણ લગ્ન કરી ચૂક્યા છે. માહિતી અનુસાર બધી પત્નીઓ સાથે તલાક થઇ ચૂકી છે. આ તેમની ચોથી પત્ની છે.