Nadav Lapid Apologies For His Comment: ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા અને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2022 (IFFI 2022)ના જ્યુરીના અધ્યક્ષ નાદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને 'પ્રોપગેન્ડા-વલ્ગર' કહ્યા બાદ વિવાદમાં સપડાયા હતા. નિવેદનનો મધપુડો છંછેડ્યા બાદ હવે ઈઝરાયેલી ફિલ્મમેકરે પલટી મારી છે અને માફી માંગી લીધી છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર ટિપ્પણી કર્યાના બે દિવસ બાદ નાદવે કહ્યું હતું કે, તેનો લોકો કે તેમના સંબંધીઓનું અપમાન કરવાનો કોઈ જ ઇરાદો નહોતો.


નાદવની આ ટિપ્પણીની કરાઈ હતી આકરી નિંદા


નાદવે 22 નવેમ્બરે ગોવામાં આયોજિત IFFI 2022 ના સમાપન સમારોહ દરમિયાન ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ વિવાદ વધ્યો હતો. ફિલ્મના લેખક-નિર્દેશક વિવેક અગ્નિહોત્રી અને અભિનેતા અનુપમ ખેર અને પલ્લવી જોશી સહિત ધ કાશ્મીર ફાઇલ્સની ટીમે નાદવને તેમના નિવેદન બદલ આકરી નિંદા કરી હતી.


માફી માંગતા કહ્યું કે... 


નાદવે એક ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, હું કોઈનું અપમાન કરવા નહોતો માંગતો અને પીડિત અથવા તેમના સંબંધીઓનું અપમાન કરવાનો મારો ક્યારેય હેતુ નહોતો. હું માફી માંગુ છું. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમણે આ આખી વાત જ્યુરી વતી કરી હતી. નાદવે એમ પણ કહ્યું હતું કે, તેમની ટિપ્પણી માત્ર તેમની જ નહીં પરંતુ તેમના સાથી જ્યૂરીના વિચારોનું પણ પ્રતિનિધિત્વ કરે છે.


સુદીપ્તો સેને નાદવની ટિપ્પણીને "વ્યક્તિગત અભિપ્રાય" ગણાવેલી


સુદીપ્તો સેન કે જે IFFI જ્યુરી સભ્યોમાંના એક છે તેમણે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી ફિલ્મ નિર્માતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી તેમનો "વ્યક્તિગત અભિપ્રાય" હતો. ટ્વિટર પર સુદીપ્તોએ તેમનું નિવેદન શેર કર્યું હતું કે, "IFFI 2022 ના જ્યુરી હેડ નાદવ લેપિડે 53મા IFFI ના સમાપન સમારોહમાં સ્ટેજ પરથી ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ વિશે જે કંઈ કહ્યું તે સંપૂર્ણ રીતે તેમનો વ્યક્તિગત અભિપ્રાય હતો."


નિવેદનને વળગી રહેવા જણાવ્યું હતું


ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલી અખબાર હારેટ્ઝ સાથેની એક મુલાકાતમાં નાદવે કહ્યું હતું કે, તે તેમની ટિપ્પણીઓ પર અડગ છે કારણ કે તે "ફિલ્મના સ્વરૂપમાં પ્રચારને કેવી રીતે ઓળખવો તે જાણે છે." તેમણે કહ્યું હતું કે, ખરાબ ફિલ્મો બનાવવી એ ગુનો નથી, પરંતુ આ એક ખૂબ જ અસંસ્કારી, છેડછાડ અને હિંસાનો પ્રચાર કરતી ફિલ્મ છે. હકીકત એ છે કે હું પણ મદદ કરી શક્યો નહીં પરંતુ એક જ સ્થિતિની કલ્પના કરી શકતો હતો જે એક દિવસે ટૂંક સમયમાં ઇઝરાયેલમાં પણ આવી શકે છે. અને મને ખુશી થશે કે આવી પરિસ્થિતિમાં વિદેશી જ્યુરી હેડ બાબતો પર બોલવા તૈયાર રહેવું પડશે જેવું તે જોઈ રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજકીય દબાણને કારણે ફિલ્મને ફેસ્ટિવલની સત્તાવાર સ્પર્ધામાં મોકલી આપવામાં આવી હતી.