સોશિયલ મીડિયા (Social Media) સાઇટ રેડિટ (Reddit) પર એક અમેરિકન (USA)  મહિલાની તસવીરો ચર્ચામાં છે. મહિલાએ તેના પિતાના મૃતદેહ (Dead Body) ની સામે ઉભીને તસવીરો માટે પોઝ આપ્યો છે. છેલ્લી વિદાય (Funeral) દરમિયાન મહિલાએ જે રીતે ગ્લેમરસ પોઝ (Glamourous Pose) આપ્યો તે અંગે યુઝર્સ સવાલો ઉઠાવી રહ્યા છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.


ખરેખર, એક અમેરિકન મહિલાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેણે આ તસવીરો તેના પિતાના અંતિમ સંસ્કાર Funeral Photoshoot) દરમિયાન લીધી છે. આ તસવીરોમાં મહિલાની પાછળ શબપેટીમાં એક શબ મૂકવામાં આવે છે. 'ડેઈલી સ્ટાર'ના અહેવાલ મુજબ આ શબ બીજા કોઈનું નહીં પણ મહિલાના પિતાનું છે. મહિલાએ તેના પિતાના અંતિમ સંસ્કારમાં બ્લેક ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યો હતો. પિતાના શબપેટીની બાજુમાં મિની ડ્રેસમાં યુવતી પોઝ આપી રહી છે.


મહિલાએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર તેના ફોટા શેર કર્યા, જ્યાંથી તે Reddit પર એક ગ્રુપમાં શેર કરવામાં આવ્યા. જે બાદ યુઝર્સે મહિલાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે મહિલાના વર્તનને ખૂબ જ અયોગ્ય અને અસંસ્કારી ગણાવ્યું, જ્યારે બીજા યુઝરે કહ્યું કે કોઈના મૃત્યુ પર આ પ્રકારનું કૃત્ય શોભતું નથી, શરમજનક છે.


ઉલ્લેખનીય છે કે શબની સામે ઉભા રહીને આવી તસવીરો લેવાનું કોઈને પસંદ નહોતું. આ અંગે યુઝર્સે મહિલાને ઘણો ઠપકો આપ્યો હતો. જો કે મહિલાએ આવું શા માટે કર્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.




અદભૂત વીડિયોઃ રૉલરકૉસ્ટર રાઇડ ઉંચે ગઇ ને અચાનક લાઇટ જતી રહી, લોકો બે કલાક સુધી ઊંધા લટકી રહ્યાં ને પછી.........


Covid 19 coronavirus: વિશ્વનો એકમાત્ર દેશ જ્યાં ન પહોંચી શક્યો કોરોના, જાણો કેવી રીતે સંક્રમણ પર નિયંત્રણ મેળવ્યું