લંડનઃ દુનિયાભરના દેશોમાં કોરોના મહામારીને ખત્મ કરવા માટે ઝડપથી વેક્સિનેશન ચાલી રહ્યું છે.કોરોનાના નવા નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે તેમ તેમ કોરોનાના સંક્રમણના લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના વેક્સીન લીધી હોય તેવા લોકોમાં કોરોનાના સમાન લક્ષણો જોવા મળી રહ્યા છે. લંડનમાં થયેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વેક્સીનના બંન્ને ડોઝ લઇ લીધા હોય તેવા લોકોમાં અત્યાર સુધી ઉધરસ, તાવ અને સુંઘવાની શક્તિમાં ઘટાડો જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
અભ્યાસ અનુસાર લોકોને રસી આપવામાં આવી છે. તેમની ખાંસીને કોરોના વાયરસના લક્ષ્ણના રૂપમાં રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. કિંગ્સ કોલેજ લંડનના શોધકર્તાઓના અનુસાર જે લોકોનું હજુ વેક્સીનેશન થયું નથી તેમનામાં ખાંસી, તાવ અને એલર્જી જેવા લક્ષણો જોવા મળવા વધુ સંભાવના છે.
અભ્યાસ અનુસાર રસી લગાવનારા લોકોમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. જેવા વેક્સીન ન લીધી હોય તેવા લોકોમાં જોવા મળી રહ્યા છે. જોકે, વેક્સીન લીધી હોય તેવા લોકોમાં આ લક્ષણો ખૂબ સામાન્ય છે. રિપોર્ટમાં સંક્રમિત લોકોએ એક ઓનલાઇન એપ મારફતે પોતાના કોરોના લક્ષણો વિશેની જાણકારી આપી હતી. અભ્યાસ અનુસાર, કોરોનાના લક્ષણો સ્પષ્ટ રીતે બદલાઇ ગયા છે. ડેલ્ટા વેરિયન્ટ તેનું કારણ હોઇ શકે છે જે યુકેમાં અત્યાર સુધી 99 ટકા કોરોનાના કેસ માટે જવાબદાર છે.
જોકે, જે લોકોએ અગાઉ રસી લીધી હતી તેઓએ સામાન્ય લક્ષણોની જાણકારી આપી હતી. જેનો અર્થ સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી કોરોનાની રસી લઇ ચૂકેલા લોકોમાં કોરોના વાયરસ સંક્રમિત થાય છે.જોકે, રિસર્ચમાં એ વાતની પુષ્ટી થાય છે કે આ લોકોમાં સામાન્ય રીતે સામાન્ય લક્ષણો જોવા મળે છે અને રસીકરણ જીવલેણ કોરોનાને રોકે છે. છીંક ખાવી કોરોના ફેલાવવાનું એક મહત્વપૂર્ણ કારણ છે.