Plane crash: અમેરિકામાં 8 દિવસમાં ત્રીજી વિમાન દુર્ઘટના, પ્લેન ક્રેશમાં 10નાં મૃત્યુ, અલાસ્કા ક્ષેત્રમાંથી મળ્યો કાટમાળ

દક્ષિણપશ્ચિમ અલાસ્કામાં એક નાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું અને તેનો કાટમાળ શુક્રવારે અલાસ્કા વિસ્તારમાંથી ર મળી આવ્યો હતો. વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા હતા.

Continues below advertisement

Plane crash:અલાસ્કામાં ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ બરફ પર પડેલો જોવા મળ્યો હતો. વિમાનમાં સવાર દરેક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ગુરુવારે બપોરે 3:30 વાગ્યે પ્લેન અચાનક રડારથી ગાયબ થઈ ગયું હતું. વિમાનમાં નવ મુસાફરો અને એક પાયલટ સવાર હતા. વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.  ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં છેલ્લા આઠ દિવસમાં આ ત્રીજી વિમાન દુર્ઘટના છે.

Continues below advertisement

દક્ષિણપશ્ચિમ અલાસ્કામાં એક નાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું અને તેનો કાટમાળ શુક્રવારે અલાસ્કા વિસ્તારમાંથી ર મળી આવ્યો હતો. વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા હતા. યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તા માઇક સાલેર્નોએ જણાવ્યું હતું કે, બચાવકર્તા હેલિકોપ્ટર દ્વારા  ક્રેશ થયેલા પ્લેનની શોધ કરી રહ્યા હતા. બે બચાવ તરવૈયાઓને તપાસ માટે નીચે ઉતારવામાં આવ્યા હતા.

બેરિંગ એરનું સિંગલ-એન્જિન ટર્બોપ્રોપ પ્લેન ગુરુવારે બપોરે 2:37 વાગ્યે ઉનાકલીટથી ઉડાન ભરી અને એક કલાક કરતાં પણ ઓછા સમયમાં ખોવાઈ ગયું હતુ. તે સમયે તાપમાન માઈનસ 8.3 ડિગ્રી સેલ્સિયસ હતું અને ધુમ્મસ વચ્ચે હળવી હિમવર્ષા પણ  થઈ રહી હતી.

છેલ્લા આઠ દિવસમાં અમેરિકામાં આ ત્રીજી વિમાન દુર્ઘટના છે. 29 જાન્યુઆરીના રોજ દેશની રાજધાની નજીક એક કોમર્શિયલ જેટલાઈનર અને એક સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા. જેમાં 67 લોકોના મોત થયા હતા. 31 જાન્યુઆરીના રોજ, ફિલાડેલ્ફિયામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું, જેમાં બોર્ડ પરના છ લોકો અને જમીન પર અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

અલાસ્કામાં ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ બરફ પર પડેલો જોવા મળ્યો હતો. વિમાનમાં સવાર દરેક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ગુરુવારે બપોરે 3:30 વાગ્યે પ્લેન અચાનક રડારથી ગાયબ થઈ ગયું હતું. વિમાનમાં નવ મુસાફરો અને એક પાયલટ સવાર હતા. વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં છેલ્લા આઠ દિવસમાં આ ત્રીજો વિમાન અકસ્માત છે.

Continues below advertisement
Sponsored Links by Taboola