કેનેડાના 10 રાજ્યોમાં કોરોના વાયરસનો નવા પ્રકારના કેસો સામે આવ્યા છે, આને ધ્યાનમાં રાખતા કેનેડા સ્વાસ્થ્ય મંત્રાલયે મહામારીની ત્રીજી લહેર આવવાની ચેતાવણી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રણ નવા પ્રકારો, દક્ષિણ આફ્રિકી વેરિએન્ટ, બ્રિટિશ વેરિએન્ટ અને બ્રાઝિલિયન વેરિએન્ટ વિશે વિશેષજ્ઞોમાં મોટી ચિંતા પેઠી છે.
શનિવારે અધિકારીઓએ જાહેરાતી કરી કે કેનેડાના 10 રાજ્યોમાં બ્રિટિશ B.1.1.7 વેરિએન્ટ મળ્યુ છે. બ્રિટિશ વેરિએન્ટ વધુ સંક્રમક તરીકે ઓળખાય છે, અને તેનો ઉલ્લેખ કેન્ટ વેરિએન્ટ તરીકે પણ કરવામાં આવે છે. કેન્ટ વેરિએન્ટ ભારત સહિત લગભગ 60 દેશોમાં પણ જોવા મળ્યો છે. આ ઉપરાંત કેનેડામાં પણ હવે દક્ષિણ આફ્રિકન B.1.351 વેરિએન્ટના 28 કેસો નોંધાયા છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે એક કેસ બ્રાઝિલિયન P.1 સ્ટ્રેનનો પણ સામે આવ્યો છે.