લંડનઃ વિશ્વમાં કોરોનાને 8.43 કરોડથી વધુ લોકો મ્હાત આપી ચુક્યા છે. જોકે આ દરમિયાન WHOએ એક નવી ચેતવણી આપી છે. જે મુજબ જો તમે કોરોનાને હરાવી ચુક્યા હો તો પણ એલર્ટ રહેજો. ઠીક થઈ ગયેલા લોકો નવા અને ઝડપથી ફેલાતા વિવિધ પ્રકારના વાયરસથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠનના અધિકારીએ આમ જણાવ્યું હતું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા વિશ્વનાથને કહ્યું, દક્ષિણ આફ્રિકાના પ્રારંભિક રિપોર્ટ પરથી ખબર પડી છે કે   કોરોના વાયરસના ચેપથી સાજા થયેલા લોકોને વાયરસના નવા અને ઝડપથી ફેલાતા સ્ટ્રેનથી ફરી સંક્રમિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા માનવ પરીક્ષણોમાં રસી ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર અને મોત સામે સંપૂર્ણપણે સલામત સાબિત થઈ હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા પ્રમાણે રસીકરણ વાયરસની નવી જાતોના ફેલાવાને પણ ઘટાડી શકે છે. વર્લ્ડોમીટરના જણાવ્યા મુજબ, સમગ્ર વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોમાંથી 8 કરોડ 43 લાખ 48 હજાર 241 લોકો સાજા થઈ ગયા છે.  એક્ટિવ કેસની સંખ્યા 2 કરોડ 28 લાખ 99 હજાર 526 છે. જ્યારે 97 હજાર 699 દર્દીઓની સ્થિતિ ગંભીર છે.

અમેરિકા વિશ્વભરમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. જો કે, હવે અહીં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 52 હજાર 697 નવા કેસ આવ્યા છે. કુલ કેસની સંખ્યા વધીને 2 કરોડ 83 લાખ 17 હજાર 615 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 951 લોકોનાં મોત નીપજ્યાં છે.

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત આઠમા દિવસે વધારો, આ શહેરમાં ભાવ પહોંચ્યો 100 રૂપિયાને પા

રાશિફળ 16 ફેબ્રુઆરીઃ  આજે છે વસંતપંચમી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ