Mycoplasma Pneumonia Cases In Japan: જાપાનમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા દાયકાની સરખામણીમાં દર્દીઓની સંખ્યા સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફેક્શન ડિસીઝના જણાવ્યા મુજબ, 12 જાન્યુઆરી સુધીમાં, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના દર્દીઓની સાપ્તાહિક સરેરાશ સંખ્યા 1.11 પર પહોંચી હતી, જે અગાઉના સપ્તાહની સરખામણીએ 0.34 નો વધારો છે. આ છેલ્લા દાયકામાં સૌથી વધુ સરેરાશ છે.
માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા એ બાળકોમાં સામાન્ય ચેપ છે. તેમાં તાવ, થાક, માથાનો દુખાવો અને સતત ઉધરસ જેવા લક્ષણો છે. ગંભીર કિસ્સાઓમાં તે ન્યુમોનિયાનું કારણ બની શકે છે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. વ્યક્તિ બેક્ટેરિયાના સંપર્કમાં આવે તે પછી લક્ષણો દેખાવા માટે એકથી ચાર અઠવાડિયા લાગી શકે છે. લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ટકી શકે છે.
તે જ સમયે, Erythema Infectiosum રોગ પણ વધી રહ્યો છે. તે શરદી જેવા લક્ષણોથી શરૂ થાય છે અને પછી ગાલ પર લાલ ફોલ્લીઓ દેખાય છે.
દેશભરની લગભગ 3,000 તબીબી સંસ્થાઓના અહેવાલો અનુસાર, 12 જાન્યુઆરીએ હોસ્પિટલ દીઠ સરેરાશ 0.94 કેસ નોંધાયા હતા, જ્યારે એક સપ્તાહ અગાઉ હોસ્પિટલ દીઠ 0.78 કેસ નોંધાયા હતા, એમ સિન્હુઆ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે.
નિષ્ણાતોએ માસ્ક પહેરવા સહિતના ચેપ નિવારણ પગલાંના મહત્વ પર ભાર મૂક્યો હતો, કારણ કે ઈન્ફલ્યુએન્ઝા પણ વ્યાપકપણે ફેલાઈ રહ્યો છે. M. ન્યુમોનિયા શ્વાસશ્વોસ દ્રારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે.
આ ચેપ સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં થાય છે, પરંતુ આખું વર્ષ પણ થઈ શકે છે. અંદાજો સૂચવે છે કે દર વર્ષે યુ.એસ.ની લગભગ એક ટકા વસ્તી ચેપગ્રસ્ત થાય છે. ચેપની વાસ્તવિક સંખ્યા નોંધાયેલા કેસો કરતાં ઘણી વધારે હોઈ શકે છે કારણ કે ચેપથી હળવી બીમારી થાય છે જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.
સેના, હોસ્પિટલો, નર્સિંગ હોમ વગેરેમાં પણ માયકોપ્લાઝમા ચેપનો પ્રકોપ જોવા મળ્યો છે. માયકોપ્લાઝ્માથી સંક્રમિત લોકોમાંથી માત્ર પાંચથી દસ ટકા લોકોને જ ન્યુમોનિયા થાય છે.