આ દેશમાં કોરોનાના નવા સ્ટ્રેને મચાવ્યો હાહાકાર, સતત 8માં દિવસે નોંધાયા 50 હજારથી વધુ નવા કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jan 2021 12:00 PM (IST)
વધતા સંક્રમણને લઇને પ્રધાનમંત્રી બોરિસ જોનસને લૉકડાઉનની જાહેરાત પણ કરી દીધી છે, અને નવા સ્ટ્રેનને કન્ટ્રૉલ કરવા માટે સતત કોશિશો કરાઇ રહી છે
નવી દિલ્હીઃ દુનિયામાં કોરોનાના નવા સ્ટ્રેનને લઇને ચિંતા સતત વધી રહી છે. બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો કેર સતત વધતો દેખાઇ રહ્યો છે, નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા સંક્રમણને લઇને પ્રધાનમંત્રી બોરિસ જોનસને લૉકડાઉનની જાહેરાત પણ કરી દીધી છે, અને નવા સ્ટ્રેનને કન્ટ્રૉલ કરવા માટે સતત કોશિશો કરાઇ રહી છે. સતત આવી રહ્યાં છે નવા કેસો.... વર્લ્ડોમીટર અનુસાર, બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેને હાહાકાર મચાવ્યો છે, અહીં છેલ્લા 24 કલાકમાં 60 હજાર કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા છે, અને 830 લોકોએ પોતાની જીવ ગુમાવી દીધા છે. દેશમાં અત્યાર સુધી 27.74 લાખ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, અને 76 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. બ્રિટનમાં છેલ્લા આઠ દિવસમાં સતત કોરોના સંક્રમણના 50 હજારથી વધુ નવા કેસો નોંધાયા છે. વળી, દુનિયાભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6.67 લાખ નવા કેસો સામે આવ્યા છે, અને 13 હજારથી વધુ લોકોનુ કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે.