ઈસ્લામાબાદ: પાકિસ્તાન સ્થિત ભારતીય હાઈકમિશ્નરના 3 અધિકારીઓ ભારત પાછા ફરી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા તેમના પર લગાવવામાં આવેલ કથિત જાસૂસીના આરોપો પછી 3 અધિકારીઓને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. તેમનું નામ અનુરાગ સિંહ, વિજય કુમાર અને માધવન નંદા કુમાર છે. પાકિસ્તાનના એક અખબાર પ્રમાણે, તેમના પર ભારતીય ગુપ્તચર એંજસી રૉ સાથે જોડાયેલા અને જાસૂસી કરવાનો આરોપ છે. આ ત્રણ અધિકારીઓ દુબઈ થઈને ભારત આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં પાકિસ્તાની દૂતાવાસના એક અધિકારીને જાસૂસીમાં જોડાયેલા હોવાનું ખબર પડતા તેમને દેશમાંથી હાંકી કાઢ્યા પછી પાકિસ્તાને પણ ગભરાહટમાં ભારતીય હાઈકમિશ્નરના આઠ અધિકારીઓ પર એવો જ આરોપ મૂક્યો હતો. તેના પછી પાકિસ્તાને તમામ અધિકારીઓને પોતાના દેશમાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું.
રાજેશ કુમાર, અમરદીપ સિંહ ભટ્ટી, ધમેંદ્ર સોઢી, બલવીર સિંહ, જયબાલાન સેંથિલ પર જ આવો આરોપ પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવ્યો છે. જો કે અન્ય તમામ અધિકારી પાકિસ્તાનમાં જ છે. તેમાંથી અમુક પર રૉ અને અમુક પર આઈબી સાથે જોડાયેલા હોવાનો આરોપ છે. અખબારે એવા અહેવાલ પ્રકાશિત કર્યા છે કે ગત અઠવાડિયે તમામ અધિકારીઓનો આતંકવાદ અને રાજનૈતિક સ્વતંત્રતાની આડમાં પાકિસ્તાનમાં ગેરકાયદેસર ગતિવિધિઓમાં જોડાયેલા હોવાનો આરોપ હતો.