વોશિંગ્ટનઃ અમેરિકામાં વધુ એક ગુજરાતી હત્યા થા ગુજરાતી સમાજમાં ભયનો માહોલ ફેલાયો છે. 23 વર્ષીય ગુજરાતી યુવાન વત્સલ પટેલની લૂંટારુંઓએ હત્યા નિપજાવી છે. અમેરિકામાં છેલ્લાં બે વર્ષમાં આ 12માં ગુજરાતીની હત્યા છે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ જ્યોર્જિયા સ્ટેટના કોલંમ્બસના Linwood Ave ખાતે 5 Corner Lotto શોપ ધરાવતા ગુજરાતી પિતા-પુત્ર પર લૂંટારુંઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં 23 વર્ષીય વત્સલ પટેલનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતાને સારવાર માટે મિડલ્ટન મેડીકલ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે. પોલીસ આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરી નથી.

મળતી માહિતી મુજબ પોલીસે સંદિગ્ધ વ્યક્તીને સ્કેચ જાહેર કર્યો છે. જે અનુસાર વત્સલ પટેલને મારનાવ વ્યક્તિની ઉંમર 19-30 વર્ષની વચ્ચે છે અને તે વર્ણ કાળો હતો ઉપરાંત તેણે કાળા કપડા પહેર્યા હતા.