Three-parent Baby: વિજ્ઞાનનો કમાલ આજે આખી દુનિયા જોઇ રહી છે. પછી તે મંગળ અને ચંદ્ર પર અવકાશમાં સફર કરવાનો હોય કે પછી મેડિકલ ક્ષેત્રે અનોખા પરાક્રમો કરવાના હોય. હવે આ કડીમાં મેડિકલ સાયન્સની પ્રગતિના પ્રતિક સમાન વિશ્વની પ્રથમ સુપર કિડનો જન્મ થયો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ખાસ બાળકને કોઈપ્રકારની આનુવંશિક બિમારીની અસર નહીં થાય, અને ન તો એવું કોઈ હાનિકારક જિનેટિક મ્યૂટેશન રહેશે જેનો ઈલાજ ન થઈ શકે. કારણ કે આ બાળકનો જન્મ ત્રણ લોકોના ડીએનએ મિક્સ કરીને થયો છે. 


આ બાળકનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો છે. આ બાળકમાં માતા-પિતાના ડીએનએ ઉપરાંત ત્રીજી વ્યક્તિનો ડીએનએ પણ દાખલ કરવામાં આવ્યો છે. ડીએનએની વિશેષતા જાળવી રાખવા IVF ટેકનોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાળકને મિટોકૉન્ડ્રીયલ ડૉનેશન ટ્રીટમેન્ટ (MDT) ટેકનિકથી બનાવવામાં આવ્યું છે.


ત્રણ માતા-પિતાનું છે બાળક છે આ બેબી - 
વૈજ્ઞાનિકોએ સ્વસ્થ મહિલાના એગ્સમાંથી ટીશ્યુ લઈને આઈવીએફ એમ્બ્રૉયો તૈયાર કર્યા. આ ગર્ભમાં જૈવિક માતા-પિતાના શુક્રાણુઓ અને એગ્સના મિટોકૉન્ડ્રિયા (કોષનું પાવર હાઉસ) એકસાથે મિક્સ થઇ ગયા, માતા-પિતાના ડીએનએ ઉપરાંત ત્રીજા સ્ત્રી ડૉનરની આનુવંશિક સામગ્રીમાંથી બાળકના શરીરમાં 37 જનીનો દાખલ કરવામાં આવ્યા હતા, એટલે કે હકીકતમાં આ ત્રણ માતા-પિતાનું બાળક છે. જોકે, 99.8 ટકા ડીએનએ ફક્ત માતા-પિતાના જ છે.


જિનેટિક બિમારીઓને રોકવાનો હતો મુખ્ય ઉદેશ્ય  - 
એમડીટીને એમઆરટી એટલે કે, મિટોકૉન્ડ્રીયલ રિપ્લેસમેન્ટ ટ્રીટમેન્ટ પણ કહેવાય છે. આ પદ્ધતિ ઈંગ્લેન્ડના ડૉક્ટરોએ ડેવલપ કરી છે. આ બાળકનો જન્મ પણ ઈંગ્લેન્ડના ન્યૂકેસલ ફર્ટિલિટી સેન્ટરમાં થયો છે. વિશ્વમાં દર 6 હજારમાંથી લગભગ એક બાળક માઇટોકૉન્ડ્રીયલ બિમારીઓ એટલે કે ગંભીર આનુવંશિક રોગોથી પીડાય છે. આ બાળકને બનાવવા પાછળનો વૈજ્ઞાનિક હેતુ એ હતો કે માતા-પિતાના આનુવંશિક રોગો બાળકને ટ્રાન્સફર ના થાય. 


MDTની પ્રક્રિયા શું છે?
સૌથી પહેલા માતાના એગ્સને પિતાના શુક્રાણુની મદદથી ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. આ પછી બીજી સ્વસ્થ મહિલાના એગ્સથી ન્યૂક્લિયર જિનેટિક મટેરિયલ કાઢીને તેને માતાપિતાના ફર્ટિલાઇઝ એગ્સમાં મિક્સ કરી દેવામાં આવે છે. આ પછી આ એગ્સ પર તંદુરસ્ત સ્ત્રીના માઇટોકૉન્ડ્રિયા અસર પામે છે. આ બધા પછી તે ગર્ભમાં સ્થાપિત થાય છે. આ પ્રક્રિયામાં ઘણી કાળજી રાખવી પડે છે અને મેડિકલ સાયન્સના દૃષ્ટિકોણથી આ પ્રક્રિયામાં ઘણા પડકારો અને જોખમો રહે છે.