બગદાદઃ ઇરાનના ટૉપ કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતના કારણે અમેરિકા સામે વધી રહેલો તનાવ ઓછો થવાનું નામ નથી લેતો, હવે ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દુતાવાસની નજીક બે રૉકેટથી હુમલો કરાયાની જાણકારી મળી રહી છે. આ રૉકેટ હાઇ સિક્યૂરિટી એરિયા કહેવાતા દુતાવાસની નજીક આવીને પડ્યા હતા.


મનાઇ રહ્યુ છે કે, આ બન્ને રૉકેટ બગદાદના બહાર જફરનિયાહ જિલ્લામાંથી લૉન્ચ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, અમેરિકાએ એરસ્ટ્રાઇક કરીને ઇરાનના કમાન્ડર સુલેમાનીને મારી નાંખ્યો હતો, બાદમાં ઇરાકે બદલો લેવાની વાત કહી હતી. ત્યારબાદથી બન્ને દેશો વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે.


થોડાક દિવસો પહેલા જ ઇરાકને અમેરિકાના એક સૈન્ય કેમ્પ પર 4 રૉકેટ છોડ્યા હતા, એટલુ જ નહીં મિસાઇલ એટેકમાં યૂક્રેનનુ એક પેસેન્જર વિમાન પણ તોડી પાડ્યુ હતુ.