વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) આજે મોટો ફેંસલો લીધો છે. જે અંતર્ગત ટિકટોક TikTok), વીચેટ (Wechat) તથા અન્ય 8 એપ્લિકેશન પર ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. જો બાઈડેન તંત્ર દ્વારા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત  આ એપ્સની તપાસ કરીને તેનાથી અમેરિકાની સુરક્ષાને ખતરો છે કે નહીં તેની તપાસ કરાશે.


બાઈડેને કહ્યું અમારી સરકાર લોકોને ઓનલાઈન સુરક્ષાનો માહોલ આપવા માંગે છે.  અમે ગ્લોબલ ડિજિટલ ઈકોનોમીનું (Global Digital Economy) સમર્થન કરીએ છીએ. આ સ્થિતિમાં અમે ફેંસલો પરત લઈએ છીએ અને નવેસરથી તપાસ કરવામાં આવશે. કોરોના સંકટની શરૂઆતમાં વિશ્વભમાં ચીનનો વિરોધ થયો હતો. આ દરમિયાન ચાઈનીઝ એપ દ્વારા ડેટા ચોરીની વાત સામે આવી હતી. ત્યારે ટ્રમ્પ તંત્રએ ટિકટોક, વીચેટ જેવી એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.


વ્હાઈટ હાઉસના નવા કાર્યકારી આદેશમાં વાણિજ્ય વિભાગને ચીન દ્વારા નિર્મિત, નિયંત્રિત કરવામાં આવતી એપ સાથે જોડાયેલી લેણ-દેણનું પ્રમાણ આધારિત વિશ્લેષણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ચાઈનીઝ એપ્લિકેશન લોકોના અંગત ડેટ જમા કરે છે અને તેનો ચીનની સેના કે ગુપ્ત ગતિવિધિ સાથે સંબંધ હોવાની વાતને લોકોને ચિંતા છે. અધિકારીઓના કહેવા મુજબ તેઓ ચીન કે બીજા વિરોધી દેશો સાથે જોડાયેલી કેટલીક સોફ્ટવેર એપ્લિકેશનના ખતરા પર ધ્યાન આપશે.






ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 94,052 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,51,367 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 6148 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.


કુલ કેસઃ બે કરોડ 91 લાખ 83 હજાર 521


કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 76 લાખ 55 હજાર 493


એક્ટિવ કેસઃ 11 લાખ 67 હજાર 952


કુલ મૃત્યુઆંકઃ 11,67,952


દેશમાં સતત 28માં દિવસે કોરોના વાયરસના નવા મામલા કરતાં રિકવરી વધારે છે. 9 જૂન સુધી દેશભરમાં 24 કરોડ 27 લાખ 26 હજાર કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 33 લાખ 79 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 37 કરોડ 21 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.