અમેરિકામાં 1937 થી, 20 મી જાન્યુઆરીના રોજ બપોરે શપથ સમારોહ યોજાય છે. 20 જાન્યુઆરીએ રવિવાર આવતો હોય તો આ ખાનગીમાં સાદગીથી શપથ સમારોહ યોજાય છે ત્યારબાદ બીજા દિવસે એટલે કે 21 જાન્યુઆરીએ જાહેરમાં શપથ સમારોહ યોજાય છે. આ સમારોહ વોશિગ્ટન ડીસીમાં એસ કેપિટોલ સામે યોજાય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચીફ જસ્ટિસ શપથ લેવડાવે છે.
બાઇડન સવારે 11.30 કલાકે લેશે શપથ
બાઇડન અને કમલા હેરિસ યૂએસ પાર્લામેન્ટ સામે 20 જાન્યુઆરીએ સવારે 11.30 શપથ લેશે...શપથ સમારોહમાં બાઇબલ હાથ રાખવી અનિવાર્ય છે. સામાન્ય રીતે અમેરિકા રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સમારોહમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. આ માટે ટિકિટ પણ જારી બહાર પડાઇ છે. જો કે આ વર્ષે કોરોનાના કારણે માત્ર હજાર ટિકિટ જ બહાર પડાઇ છે. શપથ સમારોહમાં મોટાભાગે બાઇડેનની નજીકના જ લોકો હાજરી આપશે, શપથ બાદ બાઇડન રાષ્ટ્રને સંબોધન કરશે.
વર્ચ્યૂઅલ પરેડનું આયોજન
શપથ સમારોહ સમયે પરેડનું આયોજન થાય છે. જો કે કોરોના કારણે આ વર્ષે વર્ચ્યૂઅલ પરેડનું આયોજન કરાશે. શપથ સમારોહ બાદ સ્ટેજ સ્ટાર લેડી ગાગા, જેનિફર લોપેઝ સહિતના આર્ટિસ્ટ પર્ફોમ કરશે. ત્યારબાદ બેન્ડવાજા અને સૈન્ય ટૂકડી સાથે બાઇડન અને કમલા હેરિસને વ્હાઇટ હાઉસ જશે.
શપથ સમારોહમાં તૂટશે 152 વર્ષ જુની પરંપરા
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના શપથ સમારોહમાં આ વર્ષે 152 વર્ષ જુની પરંપરા તૂટશે. પહેલી વખત શપથ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર નહીં રહે. આ પહેલા અમેરિકામાં 1869માં એન્ડૂ જોનશને શપથ સમારોહમાં હાજરી ન હતી આપી.
અમેરિકામાં કેવી રીતે યોજાય છે શપથ સમારોહ? આ વર્ષે 152 વર્ષ જુની કઇ પરંપરા તૂટશે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jan 2021 05:36 PM (IST)
અમેરિકાના ચૂંટાયેલા પ્રેસિડન્ટ જો બાઇડન 20 જાન્યુઆરી રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. અમેરિકાના શપથ ગ્રહણ સમારોહને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ત્યારે અમેરિકાનમાં યોજનાર પ્રેસિડેશ્યિલ સેરેમની વિશે થોડું સમજી લઇએ..
- - - - - - - - - Advertisement - - - - - - - - -