દુનિયામાં ફરીથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ટોક્યો ઓલિમ્પિક વિલેજમાં પણ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. પહેલી જુલાઇથી 31મી જુલાઇ સુધીમાં કોરોનાના 90 કેસ નોંધાયા છે. ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ ગેમ્સની ટોક્યો ઓર્ગેનાઇઝિંગ કમિટીની ઓથોરિટી દ્વારા કોરોનાને ધ્યાને રાખીને 448,815 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 90 કોરોનાના કેસ નોંધાયા હતા.


 





Tokyo Olympics 2020 : ઓલિમ્પિકમાં પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, જાણો જીત્યો ક્યો મેડલ


ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઈતિહાસ રચ્યો છે. સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સિંધુએ પ્રથમ ગેમ 21-13થી જીતી લીધી છે. બીજી ગેમ પણ પીવી સિંધુએ 21-15થી જીતી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ઓલિમ્પિકમાં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિ સમગ્ર દેશમાં ખુશીને લહેર છે.