લંડન: વડાપ્રધાન નેરન્દ્ર મોદીના બ્રિટેન પ્રવાસ દરમિયાન ભારતમાં કથિત અત્યાચારોના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા કેટલાક જૂથો તે સમયે ઉગ્ર બની ગયા હતા. ત્યારે તમામ 53 રાષ્ટ્રમંડળ દેશોના ‘ફ્લેગ પોલ’ પર લાગેલા અધિકારિક ધ્વજમાંથી તિરંગાને ફાડી નાખ્યો હતો. દ્વિપક્ષીય અને ચોગમ વાર્તા માટે લંડન આવેલા પ્રધાનમંત્રી મોદીએ જ્યારે પોતાની બ્રિટિશ સમકક્ષ થેરેસા મે સાથે મુલાકાત કરી ત્યારે ત્યાં પ્રદર્શનકારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ફ્લેગ પોલ પર લાગેલા ભારતીય તિરંગાને ફાડી નાખ્યા બાદ પાર્લામેન્ટ સ્ક્વાયર પર કેટલાક પ્રદર્શનકારીઓ ઉગ્ર બની ગયા હતા.
મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે, બુધવારે પાર્લામેન્ટ સ્ક્વાયરમાં ફાડી નાખેલા ભારતીય તિરંગાને નીચે ઉતારી લીધા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તે ધ્વજની જગ્યાએ બીજો તિરંગો લગાવી દેવામાં આવ્યો છે. બ્રિટેનના વિદેશ તથા રાષ્ટ્રમંડળ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે, લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે, પરંતુ તિરંગાના અપમાનથી અમે નારાજ છે અને તેના માટે અમે માફી માંગીએ છે.
શીખ ફેટરેશન યૂકેના કેટલાક ખાલિસ્તાન સમર્થક પ્રદર્શનકારી અને પાકિસ્તાની મૂળના પીર લોર્ડ અહમદની આગેવાનીવાળા તથાકથિત ‘માઈનોરિટીઝ અગેન્સ્ટ મોદી’ના પ્રદર્શનકારીઓ સહિત લગભગ 500 લોકોએ પાર્લામેન્ટ સ્ક્વાયરમાં એકત્ર થયા હતા. તેમાંથી કેટલાનું નેતૃત્વ કેટલાક કાશ્મીરી અલગાવવાદી સમૂહ કરી રહ્યાં હતા. આ લોકો પોતાના ઝંડા અને બેનરો લઈને મહાત્મા ગાંધીની પ્રતિમાની આસપાસ એકત્ર થઈ ગયા હતા.