US-Israel Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથઆઉટ દ્વારા ખામેની વિશે એક બોલ્ડ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "ઇતિહાસના સૌથી દુષ્ટ માણસોમાંના એક ખામેનીનું મૃત્યુ થયું છે. આ ફક્ત ઈરાનના લોકો માટે જ નહીં, પરંતુ તે બધા અમેરિકનો અને વિશ્વના ઘણા દેશોના લોકો માટે પણ ન્યાય છે જેઓ ખામેની અને તેના ગુંડાગર્દીનો નો ભોગ બન્યા હતા."
ઈરાનમાં મૃત્યુઆંક 200ને વટાવી ગયોઈરાનમાં મૃત્યુઆંક 200ને વટાવી ગયો છે. ઈરાની મીડિયા અનુસાર, ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં 201 લોકો માર્યા ગયા છે, જેમાં આશરે 85 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
તેહરાન પરના હુમલા બાદ, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. મધ્ય તેહરાનના યુનિવર્સિટી સ્ટ્રીટ અને જોમહુરી વિસ્તારોમાં અનેક મિસાઇલો પડી. રાજ્ય મીડિયાએ પુષ્ટિ આપી છે કે તેહરાનમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ સાંભળવામાં આવ્યા હતા. દરમિયાન, ઇરાને તેનું એરસ્પેસ ક્ષેત્ર બંધ કરી દીધું છે. દેશભરમાં મોબાઇલ ફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઇઝરાયલી હુમલા બાદ દક્ષિણ તેહરાનના એક વિસ્તારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
ઇઝરાયલ પરના હુમલા બાદ ઇઝરાયલમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) એ અહેવાલ આપ્યો છે કે, સમગ્ર દેશમાં સાયરન વગાડવામાં આવ્યા હતા. વધુમાં, મોબાઇલ ફોન પર અગાઉથી ચેતવણીઓ મોકલવામાં આવી હતી, જેમાં લોકોને સલામત સ્થળોની નજીક રહેવાની વિનંતી કરવામાં આવી હતી. ઇઝરાયલ પણ તેના હવાઈ ક્ષેત્રને બંધ કરી રહ્યું હોવાના અહેવાલ છે.
ઇઝરાયલી સેનાએ જાહેરાત કરી કે દેશભરમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે, જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી હતી.ઇઝરાયલે 200 ફાઇટર જેટનો ઉપયોગ કરીને હવાઈ હુમલો કર્યો.ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, તેણે તેના ઇતિહાસમાં સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. આ કાર્યવાહીમાં આશરે 200 ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 500 લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.
જયશંકરે કતાર, બહેરીન, યુએઈ અને કુવૈતના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી
જયશંકરે કતાર, બહેરીન, યુએઈ અને કુવૈતના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાન, યુએઈ, કુવૈત અને બહેરીનના વિદેશ મંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી.
