વોશિંગ્ટનઃ કોરોના મહામારીએ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીથી અત્યારે સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકા છે. અમેરિકામાં કોરોનાના અત્યાર સુધીમાં 4,028,547  કેસ સામે આવ્યા છે. તેની સાથે જ 144950 લોકોના જીવ પણ વાયરસને કારણે ગયા છે. આ ચોંકાવનારા આંકડાની વચ્ચે કોરોનાને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્યવહારને લઈને અનેક સવાલો ઉઠતા રહ્યા છે.


હાલમાં જ તેઓ એક કાર્યક્રમમાં માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા પરંતુ તેમના દ્વારા માસ્ક ન પહેરાવને લઈને પણ સવાલ ઉઠતા રહ્યા છે. અમેરિકામાં સતત વધતા કેસને જોતા રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ હવે કોરોનાનો ભય સતાવી રહ્યો છે.

બેદરકારી સાથે જોડાયેલ સવાલો પર સ્પષ્ટતા કરતાં વ્હાઈટ હાઉસે કહ્યું કે, સમગ્ર અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સૌથી વધારે વખત કોરોના ટેસ્ટ થયો છે. વ્હાઉટ હાઉસ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોનો જવાબ આપતા પ્રેસ સચિવ કેલી મૈકનીએ તેની જાણકારી આપી.

મૈકનીને જ્યારે પૂછવામાં આવ્યું કે, ટ્રમ્પ દિવસમાં કેટલી વખત કોરોના ટેસ્ટ કરાવે છે તો તેણે કહ્યું કે, ઘણી વખત. મૈકનીએ કહ્યું કે, “હું એ તો ન જણાવી શકું કે દિવસમાં કેટલી વખત ટેસ્ટ થાય છે પરંતુ ક્યારેય ક્યારેક તે એકથી વધારે વખત પણ થાય છે.” તેની સાથે જ તેણે કહ્યું કે, ટેસ્ટિંગ માટે ફંડમાં ઘટાડાનો કોઈ ઈરાદો નથી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં દર બે દિવસમાં એક વખત તેમનો ટેસ્ટ થાય છે. તેની સાથે જ તેમણે કહ્યું કે, જે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગને ફોલો નથી કરતાં તેઓ માસ્ક જરૂર પહેરે.