Trump Tariff: અમેરિકા1 ઓગસ્ટ, 2025 થી લગભગ 1૦૦ દેશોની આયાત પર 1૦ ટકા પારસ્પરિક ટેરિફ લાદવા જઈ રહ્યું છે. અધિકારીઓ માને છે કે, આનાથી વૈશ્વિક વેપાર નીતિ મોટા પાયે ફરીથી સેટ થઈ છે. આ વાતની પુષ્ટિ કરતા, યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે, બેઝલાઇન ટેરિફનો વ્યાપકપણે અમલ થવાનો છે. તે તે દેશો પર પણ લાગુ કરવામાં આવી રહ્યો છે, જે હાલમાં અમેરિકા સાથે ટેરિફ અંગે વાટાઘાટો કરી રહ્યા છે.

બ્લૂમબર્ગ ટેલિવિઝન સાથે વાત કરતા, બેસન્ટે કહ્યું, "હવે એ જોવાનું બાકી છે કે રાષ્ટ્રપતિ હાલમાં તેમની સાથે વાત કરી રહેલા લોકો પ્રત્યે શું વલણ ધરાવે છે. શું તેઓ ખુશ છે કે, આ દેશો પરસ્પર હિતને ધ્યાનમાં રાખીને વાત કરી રહ્યા છે. અમે લગભગ 100 દેશો પર ઓછામાં ઓછા 10 ટકા પારસ્પરિક ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ અને અહીંથી દર વધારવામાં આવશે.

શું ભારત પણ આ 100 દેશોમાં સામેલ છે?

દરમિયાન, પત્રકારો સાથે વાત કરતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમણે ' 'Take it or leave it'  માળખા હેઠળ નવા ટેરિફ દરો ધરાવતા કરાર પર હસ્તાક્ષર કરવા માટે 12 દેશોને બોલાવ્યા છે. ઔપચારિક દરખાસ્ત સોમવારે મોકલવામાં આવે તેવી અપેક્ષા છે. જોકે તેમણે તેમાં સમાવિષ્ટ દેશોના નામ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ અહેવાલ મુજબ આ યાદીમાં ભારત, જાપાન અને યુરોપિયન યુનિયનના સભ્યોનો સમાવેશ થાય છે.

ભારત પર દબાણ વધી શકે છે

પ્રશાસન કહે છે કે, ટેરિફ અમેરિકન નિકાસ માટે વધુ અનુકૂળ વેપાર શરતોને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. વિશ્વના લગભગ અડધા દેશોને આમાં નિશાન બનાવવામાં આવ્યા છે. આ છેલ્લા દસ વર્ષમાં સૌથી આક્રમક વેપાર પુનર્ગઠન પૈકીનું એક છે. ભારતથી અમેરિકામાં આયાત કરાયેલા માલ પર લાદવામાં આવેલા 26 ટકા ટેરિફ માટેની સમયમર્યાદા 9 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં, ભારત પહેલેથી જ દબાણ હેઠળ છે. જો આ દરમિયાન કોઈ વેપાર સોદો ન થાય, તો ભારતને ઓગસ્ટથી નિકાસ પર વધુ ખર્ચ કરવો પડી શકે છે.