યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. રશિયા વાટાઘાટો માટે તૈયાર છે. ક્રેમલિનનું કહેવું છે કે ટોચના રશિયન અધિકારીઓ મંગળવારે સાઉદી અરેબિયામાં અમેરિકા સાથેના સંબંધો અને યુક્રેન યુદ્ધ પર વાતચીત કરશે.
મંગળવારે અમેરિકન અધિકારીઓ સાથે ચર્ચા
રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિદેશી બાબતોના સલાહકાર યુરી ઉશાકોવ સોમવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ જવા રવાના થશે. તેમણે કહ્યું કે બંને પક્ષો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠકની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરશે.
યુક્રેન સંકટના નિરાકરણ પર ચર્ચા
પેસ્કોવે કહ્યું હતું કે વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ્ય 'રશિયા-યુએસ સંબંધોના સમગ્ર માળખાને પુનઃસ્થાપિત કરવાનો' હતો. આ સાથે યુક્રેન સંકટના ઉકેલ અને બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે સંભવિત બેઠક પર ચર્ચા થશે, આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે તેઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝ યુક્રેન મુદ્દે વાતચીત માટે સાઉદી અરેબિયા જશે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાઉદી અરેબિયા જઈ રહ્યા છે
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે સાઉદી અરેબિયા જઈ રહ્યા છે, જ્યાં તેઓ રશિયન અધિકારીઓ સાથે સીધી વાતચીત કરશે. આ બેઠકોનો હેતુ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે રાજદ્વારી ઉકેલ શોધવાનો છે. રશિયા-અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ અને યુક્રેન યુદ્ધ વચ્ચે આ વાતચીતને વૈશ્વિક રાજનીતિ માટે એક મહત્વપૂર્ણ રાજદ્વારી કૂટનીતિ પહેલ માનવામાં આવી રહી છે.
Russia Drone Attack: રશિયાના ડ્રોન હુમલાથી મચી તબાહી, યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટને બનાવ્યો નિશાન