નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા બોર્ડર પરના તણાવમાં હવે અમેરિકાની એન્ટ્રી થઇ છે. એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં અમે મધ્યસ્થતા કરવા તૈયાર છીએ.


ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું- અમે ભારત અને ચીન બન્નેને સૂચિત કર્યુ છે કે અમેરિકા આ સમયે જોર પકડી રહેલા સીમા વિવાદમાં મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે, ઇચ્છુક છે અને સક્ષમ છે.



અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીરને લઇને ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતાની વાત પણ કરી ચૂક્યા છે. જોકે ભારતે તેમના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. હવે ટ્રમ્પે ચીનની સાથે મધ્યસ્થતાની વાત કહી છે.

આ મહિનાની શરૂઆતથી જ ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તણાવ વધી ગયો છે. ચીને પોતાના તંબુ લગાવ્યા તો ભારતીય સેના પણ સામે ઉભી થઇ ગઇ છે. રિપોર્ટ છે કે લદ્દાખામં ત્રણ-ચાર એવા ફ્લેશ પૉઇન્ટ છે, જ્યાં સ્થિતિ ગંભીર છે. પણ દરેક મોરચે ભારતીય સેનાએ પોતાની લીડ બનાવી રાખી છે. ભારતની તૈનાતી બાદ ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકો કેમ્પમાં ચાલ્યા ગયા છે.