રાષ્ટ્રપતિ ટ્રંપના ટ્વીટ અનુસાર અમેરિકાએ ભારત અને ચીનને પોતાના આ પ્રસ્તાવ અંગે જણાવ્યું છે. જો કે, ટ્રંપે એ સ્પષ્ટતા નથી કરી કે, તેઓએ કે અમેરિકા સરકારે આ મામલે પ્રસ્તાવ ભારત અને ચીનને ક્યારે કઈ રીતે આપ્યો ? જો કે, સરહદ પર આમને સામને ઉભા છે તેમ છતાં ભારત અને ચીન બન્ને આ પ્રસ્તાવ સ્વીકાર કરશે તેવી ઉમ્મીદ નથી.
ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં જ લદાખમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો આમને સામને છે. ચીન દ્વારા સતત સૈનિકોની સંખ્યા વધારવા અને બેઝ બનાવવાના અહેવાલ સામે આવ્યા છે. એવામાં ભારત પણ તૈયાર છે.