ગુરુવારે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે લોકો ચીનની સાથે તમામ સંબંધ તોડી શકીએ છીએ. તેમને કહ્યું કે અમે ઘણુબધુ કરી શકીએ છીએ, અમે લોકો તેમની સાથે હાલના સંબંધો પણ તોડી શકીએ છીએ.
ટ્રમ્પે કહ્યું ચીનમાં અમે અમેરિકન પેન્શન ફંડમાં અબજો ડૉલરનુ રોકાણ કર્યુ હતુ, તે રૂપિયા હવે પાછા લઇ લીધા છે. આ જ રીતે બીજી એક એક્શન લેવામાં આવી રહી છે.
એક પત્રકારના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે હું હાલ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કોઇ વાતચીત કરવા નથી માંગતો, તેમની સાથે મારા સારા સંબંધો છે, હાલ હુ કંઇ જ વાત નથી કરવાનો.
ટ્રમ્પે કહ્યું કે કોરોનાના મામલે ચીનની નિષ્ક્રિયતાથી તે ખુબ દુઃખી છે, ખબર છે કે મહામારીના કારણે દુનિયામાં 3,00,000 લોકોના મોત થઇ ચૂક્યા છે, માત્ર અમેરિકામાં 80,000 લોકો મોતને ભેટ્યા છે. અમેરિકા પણ ચીન પર દબાણ લાવવા માટે એક્શન લઇ રહ્યું છે. કેટલાક જાણકારો માને છે કે વુહાનમાંથી આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાયો અને ચીનની નિષ્ક્રિયતા રહી.