નવી દિલ્હીઃ અમેરિકામાં કોરોના વાયરસ મહામારી સતત ભયાનક રૂપ ધારણ કરી રહ્યું છે. ગુરુવારે અમેરિકામાં 26,946 નવા કેસ સામે આવ્યા અને 1,711 કોરોના પીડિતોના મોત થયા છે. જ્યારે તેના એક દિવસ પહેલા અમેરિકામાં 21,712 નવા કેસ આવ્યા હતા અને 1,772 લોકનોા મોત થયા હતા. સમગ્ર વિશ્વના એક તૃતિયાંશ કોરોના દર્દી અમેરિકામાં જ છે. અહીં 14 લાખથી વધારે લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે.


અમેરિકામાં અત્યાર સુધીમાં 86,908ના થયા મોત

વર્લોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા શુક્રવારે સવાર સુધીમાં વધીને 14,57,293એ પહોંચી ગઈ છે. જ્યારે કુલ 85,197 લોકોના મોત થયા છે. જોકે ત્રણ લાખ લોકો રિવકર પણ થયા છે. અમેરિકામાં ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 3,53,096 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 27,426 લોકોના મોત થયા છે. ત્યાર બાદ ન્યૂ જર્સીમાં 1,44,024 કોરોના દર્દીમાંથી 9,946 લોકોના મોત થયા છે. ઉપરાંત મૈસાચુસેમટ્સ, ઇલિનોયસ પણ સૌથી વધારે પ્રભાવિત થયા છે.

વૃદ્ધો બગાડી શકે છે અમેરિકામાં ચૂંટણી સમીકરણ

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં મોતના આંકડા એક લાખની નજીક પહોંચી ગયો છે. તેમ છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગંભીર નથી દેખાઈ રહ્યા. લગભગ તેમને ચૂંટણી અને અર્થવ્યવસ્થાની ચિંતા વધારે સતાવી રહી છે. અમેરિકામાં આ મહામારીથી વૃદ્ધો અને ગરીબ લોકો વધારે ત્રસ્ત છે. લેટેસ્ટ અહેવાલ અનુસાર માનીએ તો અમેરિકામાં ઓલ્ડ એજ હોમ્સ અને અન્ય સ્થાન પર લગભગ 26 હજાર વૃદ્ધો અને કર્મચારીઓના મોત થયા છે.

અમેરિકામાં આ આંકડો દર્શાવે છે કે, ટ્રમ્પ સરકાર તેમને બીમારીથીમાં બહાર કાઢવામાં નિષ્ફળ રહીછે. અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ મોતમાં ત્રીજા ભાગના મોત વૃદ્ધોના થયા છે. કહેવાય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વૃદ્ધોના મત પર આધાર રાખતા રહ્યા છે. જ્યારે વિપક્ષ ડેમોક્રેટ્સ ઉમેદવાર યુવાઓનાની વચ્ચે લોકપ્રિય છે.