ન્યૂયોર્કઃ કોરોના વાયરસના કારણે લોકડાઉન અને ઘરમાં રહેવાના વિરોધમાં અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. સીએનએના રિપોર્ટ અનુસાર, મિશિગન, મિન્નેસોટા, કેંટુકી, ઉટાહ, નોર્થ કૈરોલીના, ઓહિયો જેવા રાજ્યમાં જ્યા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરનારા કેટલાક રાજ્યમા રિપબ્લિકન ગવર્નર છે. તો કેટલાકમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રદર્શનકારીઓ લોકડાઉનના કારણે ઇકોનોમી પર થતી ખરાબ અસરનો મુદ્દો ઉઠાવ્યો છે.

વાસ્તવમાં અમેરિકામાં કોરોના વાયરસના કારણે ખૂબ લોકો બેરોજગાર થઇ ચૂક્યા છે. એવા લોકોને રેન્ટ આપવા અને મહિનાનો ખર્ચ ચલાવવામાં સમસ્યા આવી રહી છે. ટ્રમ્પ સરકારે અમેરિકાના લોકોને 1200 ડોલરની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ બજાર બંધ કરવા અને લોકડાઉના વિરોધમાં રહ્યા છે. જ્યારે શુક્રવારે ટ્રમ્પે અનેક ટ્વિટ કરીને રાજ્યોમાં ચાલી રહેલા લોકડાઉન વિરોધી પ્રદર્શનને પોતાનું સમર્થન આપ્યું છે. ટ્રમ્પે LIBERATE MINNESOTA! LIBERATE MICHIGAN! LIBERATE VIRGINIA જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે.

જ્યારે મિશિગનની રાજધાની સૈન્સિંગમાં લોકડાઉનનો વિરોધ કરી રહેલા કેટલાક પ્રદર્શનકારીઓ પોતાની સાથે રાઇફલ લઇને પહોંચ્યા હતા. લૈન્સિંગમાં શરૂઆતમાં તો પ્રદર્શનકારીઓ કારોમાં બેસી રહ્યા અને ટ્રાફિક જામ કરી દીધી હતો. બાદમાં કારમાંથી બહાર આવીને પ્રદર્શન કર્યું હતું.