US Citizenship:અમેરિકામાં બાળકને જન્મ આપવાના હેતુથી માટે ટુરિસ્ટ વિઝા મેળવનારાઓ સામે  હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભારતમાં યુએસ એમ્બેસીએ સ્પષ્ટતા કરી છે કે, અમેરિકાની ધરતી પર જન્મ આપીને નાગરિકતા મેળવવા માંગતા કોઈપણ અરજદારને ટુરિસ્ટ વિઝા આપવામાં આવશે નહીં. એમ્બેસીએ ચેતવણી આપી હતી કે, આવા પ્રયાસોને યુએસ વિઝા સિસ્ટમનો દુરુપયોગ ગણવામાં આવશે અને અરજીને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવશે.

Continues below advertisement

'બર્થ ટૂરિઝમ' પર યુએસ એમ્બેસીનું કડક વલણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, યુએસ એમ્બેસીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "જો યુએસ કોન્સ્યુલર અધિકારીઓ માને છે કે, પ્રવાસનો મુખ્ય હેતુ યુએસમાં જન્મ આપીને બાળક માટે યુએસ નાગરિકતા મેળવવાનો છે, તો આવી ઓ ટૂરિસ્ટ વિઝા અરજીઓ સ્વીકારવામાં નહિ આવે.  ." દૂતાવાસનું આ નિવેદન એવા લોકો માટે મોટો ફટકો છે જેઓ બાળકની યુએસ નાગરિકતા મેળવવા માટે આવા  શોર્ટકટ અપનાવે છે.             

ટ્રમ્પે નવી વિઝા યોજના શરૂ કરીહાલમાં ચાલી રહેલા કડક કાર્યવાહી વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી યોજના રજૂ કરીને હંગામો મચાવ્યો છે. તેમણે "ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ" નામનો એક ખાસ $1 મિલિયન વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ એવા ઇમિગ્રન્ટ્સને યુએસ નાગરિકતા મેળવવાનો માર્ગ પૂરો પાડશે જેમની પાસે યુનાઇટેડ સ્ટેટ્સમાં નોંધપાત્ર યોગદાન આપવાની ક્ષમતા છે.

Continues below advertisement

ટ્રમ્પે કહ્યું કે, જ્યારે ભારત અને ચીન જેવા દેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ટોચની અમેરિકન યુનિવર્સિટીઓમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઘરે પાછા ફરે છે, ત્યારે તે યુનાઇટેડ સ્ટેટ્સ માટે "શરમજનક અને હાસ્યાસ્પદ" પરિસ્થિતિ છે. યુએસમાં આ પ્રતિભાને જાળવી રાખવા માટે ગોલ્ડ કાર્ડ યોજના રજૂ કરવામાં આવી છે.

"અમેરિકામાં  પ્રતિભાને  જાળવી રાખવાનો પ્રયાસ "વ્હાઇટ હાઉસ ખાતે એક બેઠક દરમિયાન, ટ્રમ્પે દાવો કર્યો હતો કે, આ યોજના અમેરિકન કંપનીઓને વૈશ્વિક પ્રતિભાને જાળવી રાખવામાં અને તેમને નોકરી પર રાખવામાં મદદ કરશે. તેમણે કહ્યું, "આપણા દેશમાં મહાન લોકો આવે તે એક ભેટ છે. પરંતુ તેમની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમને ભારત, ચીન, ફ્રાન્સ અથવા તેમના પોતાના દેશોમાં પાછા ફરવું પડે છે. આ પરિસ્થિતિ શરમજનક  છે, અને અમે તેને બદલવા માટે કામ કરી રહ્યા છીએ."