Philippines Earthquake:  સોમવારે સવારે ફિલિપાઈન્સમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 હતી. આ ભૂકંપ ફિલિપાઈન્સના મિંડાનાઓ ટાપુ પર આવ્યો હતો. ત્યારબાદ ફિલિપાઈન્સ અને ઇન્ડોનેશિયાના કેટલાક ભાગો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી અને દરિયાકાંઠાના સમુદાયોને સ્થળાંતર કરવાની એડવાઈઝરી જાહેર કરાઈ હતી. ભૂકંપ પછી અમેરિકાની સુનામી એલર્ટ સિસ્ટમે સુનામીનો ખતરો ગણાવતા ચેતવણી જાહેર કરી હતી કે ખતરનાક દરિયાઈ મોજા પ્રદેશના દરિયાકાંઠાને અસર કરી શકે છે. ત્યારબાદ ઇન્ડોનેશિયાની ભૂ-ભૌતિક એજન્સીએ દેશના ઉત્તરપૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી, જેમાં રહેવાસીઓને સતર્ક રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી હતી.

એક મીટરથી વધુ ઊંચા સુનામી મોજા અસરગ્રસ્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાઈ શકે છે. અધિકારીઓએ દક્ષિણ ફિલિપાઈન્સના ઘણા પ્રાંતોમાં રહેવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરવાની સલાહ આપી છે. એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે શક્તિશાળી ભૂકંપ નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે અને આગામી કલાકો અને દિવસોમાં મજબૂત આફ્ટરશોક્સ આવી શકે છે. પ્રદેશની કટોકટી એજન્સીઓ સમુદ્ર સપાટીની સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે અને ભૂકંપની અસરનું મૂલ્યાંકન કરી રહી છે. ઇન્ડોનેશિયાની એજન્સીએ દેશના ઉત્તરપૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી, જેમાં લોકોને સતર્ક રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી હતી. ઇન્ડોનેશિયન એજન્સીએ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપી હતી.

Continues below advertisement
Continues below advertisement

રવિવારે અગાઉ ભારત સહિત ઘણા દેશોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતાનો ભૂકંપ ભારત તેમજ નેપાળ, ચીન અને ભૂટાનમાં અનુભવાયો હતો. ભારતમાં આસામ અને બંગાળના કેટલાક ભાગોમાં તેની અસર અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર ભૂટાન હતું.

કોઈના મોતના સમાચાર નહીં 

ઇન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં હજુ સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. અધિકારીઓએ ભૂકંપના કેન્દ્ર નજીક જોરદાર ભૂકંપના આંચકાની જાણ કરી છે, જેના કારણે નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. આગામી કલાકોમાં વધુ ભૂકંપ આવવાની શક્યતા હોવાથી લોકોને સતર્ક રહેવાની વિનંતી કરવામાં આવી છે. આ વિસ્તારની એજન્સીઓ દરિયાની સપાટી પર નજર રાખી રહી છે.