ન્યૂયોર્કઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરના લોકોમાં ચીન વિરુદ્ધ નફરત વધી છે. ટ્વિટર પર ચીન અને ત્યાંના લોકો પર કરવામાં આવતી નફરતભરી ટિપ્પણીઓમાં વધારો થઇ રહ્યો છે. ટેક સ્ટાર્ટઅપ ઇઝરાયલ સ્થિત કંપની એલ વન જીએચટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, લોકો વધુમાં વધુ સમય સોશિયલ સાઇટ, સંચાર એપ્સ, રૂમ્સ અને ગેમિંગમાં વિતાવી રહ્યા છે અને આ પ્લેટફોર્મ પર નફરત, ગાળ આપનારાઓની સંખ્યા વધી ગઇ છે.


વાસ્તવમાં વૈશ્વિક મહામારી બની ચૂકેલો કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઇ હતી. ચીનના વુહાન શહેરમાં ડિસેમ્બરમાં સૌ પ્રથમ કોરોના વાયરસનો કેસ નોંધાયો હતો. સોશિયલ સાઇટ્સ પર હેટ સ્પિચની શોધ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરનારી કંપનીએ કહ્યું કે, અમારા આંકડાઓ અનુસાર વધુ નફરત અને ગાળ ચીન અને તેમની વસ્તીને લઇને કરવામાં આવી રહી છે. સાથે દુનિયાના અન્ય હિસ્સામાં એશિયાઇ મૂળના લોકોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.