બેઇજિંગઃ મધ્ય ચીનમાં એક ગેસ પ્લાન્ટ શુક્રવારે એક મોટો વિસ્ફોટ થયો હતો. ચીની મીડિયા અનુસાર, હેનાન પ્રાન્તના સૈનમેનક્સિયા શહેરમાં આ વિસ્ફોટ સાંજે લગભગ 5:50 વાગ્યે થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લગભગ ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલી ઇમારતોની બારીઓ અને દરવાજા તૂટી ગયા હતા.
એક રિપોર્ટ અનુસાર, હેનાના પ્રાન્તના સૈનમેનક્સિયા શહેરમાં આ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. ચીની ન્યૂઝ એજન્સી સિન્હુઆએ કહ્યું કે, આ વિસ્ફોટ હેનાન કોલ ગેસ ગ્રુપ ફેક્ટરીની એર સેપરેશન યુનિટમાં થયો છે. હાલમાં તમામ પ્રકારના પ્રોડક્શન પ્લાન્ટ પર રોક લગાવી દેવામાં આવી છે.